Published by : Anu Shukla
- ઘરમાંથી પતિ પત્ની અને સાત વર્ષના પુત્રની લાશ મળી આવી
- પોલીસે ત્રણેય મૃતદેહોને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા
વાઘોડિયા રોડ પર સવિતા હોસ્પિટલ પાસે દર્શન ઉપવનમાં રહેતા અને શેરબજારનું કામ કરતા 30 વર્ષના પ્રિતેશ મિસ્ત્રી તથા તેના પત્ની અને પુત્રની લાશ આજે તેમના જ ઘરમાં રહસ્યમય સંજોગોમાં મળી આવી હતી જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. આસપાસના લોકોમાં પણ આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી.
દેવું થઈ જતાં આપઘાત કર્યો એવું લખાણ લખ્યું
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે રિતેશ મિસ્ત્રી શેરબજારનો ધંધો કરતા હતા અને તેમના પત્ની હાઉસવાઈફ હતા તેમના મકાનની દિવાલ પર લખાણ લખેલું હતું કે બેંક તથા પ્રાઇવેટ બેન્કિંગ ફાઇનાન્સમાંથી લોનનું દેવુ વધી જતા અમે આર્થિક રીતે બરબાદ થઈ ગયા છે અને તેના કારણે અમે જાતે જ આપઘાત કરીએ છીએ.
પોલીસે મૃતદેહોને પીએમ માટે મોકલી આપ્યા
ગઈકાલે સાંજે પ્રિતેશભાઈએ તેમના માતાને મેસેજ કરીને આજે મને મળવા આવજે તેવું પણ જણાવ્યું હતું જેથી આજે સવારે તેમની માતા હિતેશભાઈના ઘરે ગયા ત્યારે મકાનનો દરવાજો ખુલ્લો હતો. અંદર ગયા ત્યારે પુત્ર, પુત્રવધુ અને પૌત્રની લાશ જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમને રોકકડ મચાવી મુકતા આજુબાજુના પાડોશી દોડી આવ્યા હતા અને તેઓએ પાણીગેટ પોલીસને જાણ કરી હતી પોલીસે ત્રણેય મૃતદેહોને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.
મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
એસીપી યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું કે, કોઈની સામે આક્ષેપો કર્યાં નથી, પણ દેવું વધારે હતું. તેઓએ ક્યાં ક્યાંથી લોન લીધી હતી, તેની તપાસ શરૂ કરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી છે.
(ઇનપુટ : જિતેન્દ્ર રાજપુત)