Published By : Disha PJB
રાજ્યમાં અવારનવાર હત્યાના બનાવો સામે આવતા હોય છે. મોટેભાગે અંગત અદાવત કે ભૂતકાળના ઝઘડા હત્યાનું કારણ બની જતા હોય છે. એવામાં આજરોજ વડોદરાના અજબડી બિલ કમ્પાઉન્ડમાંથી કચરા વચ્ચે એક યુવાનની લાશ મળી આવી હતી. આ યુવાનની હત્યા કરી તેનો મૃતદેહ ફેંકી દેવાયો હતો.
મળતી વિગતો અનુસાર વડોદરાના અજબડી બિલ કમ્પાઉન્ડ વિસ્તારમાં અર્જુન દેવીપુજક નામક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો અજાણ્યા યુવાનનો મૃત્યુ કચરા ના ઢગલા વચ્ચે જોતા સ્થાનિકોમાં ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસને સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ મૃતદેહ હત્યા કરેલી હાલતમાં મળી આવ્યો છે.
જોકે સમગ્ર મામલે પાણીગેટ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં મૃતકના ભાઈ સન્ની દેવીપુજકે જણાવ્યું કે અગાઉના ઝઘડાની અદાવતે મારા ભાઈ અર્જુન દેવીપુજકની હત્યા થઈ હોવાનું મને લાગી રહ્યું છે. મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઇનપુટ : દિગ્વિજય પાઠક, વડોદરા.