Published By : Disha PJB
બુધવારે બપોરે વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા નજીક મુખ્ય માર્ગ પાસે પાર્ક કરાયેલી એફ.એસ.એલ ગાડી એકાએક ગગડતા રાવપુરા પોલીસ સ્ટેશનની સામે આવેલ કપડાની ઓન્લી વિમલની દુકાનમાં ધસી હતી જેને લઈ નાસ ભાગના દ્રશ્યો સર્જાયા હતા.
દેશી અને વિદેશી શરાબના પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાતી વડોદરા એફએસએલની વાન બુધવારે બપોરે કોઠી ચાર રસ્તા નજીકના માર્ગ પર પાર્ક કરાઇ હતી અને વાનનો ચાલક કામ અર્થે રાવપુરા સ્થિત એફ એસ એલની કચેરીમાં ગયો હતો. દરમિયાન માર્ગ નજીક પાર્ક કરાયેલી વાન એકાએક ગગડતા વાહન વ્યવહારવાળા રાવપુરા રોડ પર નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.
ગાડી બુધવારે ચાર રસ્તા પરથી રાવપુરા રોડ પાસ કરી રાવપુરા પોલીસ સ્ટેશનની સામે આવેલ કપડાની દુકાન ઓન્લી વિમલમાં ધસી હતી. જોકે સદનસીબે જાનહાની ટાળી હતી. પરંતુ ગાડી માર્ગ પર ડ્રાઇવર વગર દોડતા અને ધડાકાભેર કપડાની દુકાનને ટકરાતા લોકટોળા જામ્યા હતા.
ઇનપુટ : દિગ્વિજય પાઠક, વડોદરા.