Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateવડોદરા : એમ.એસ.યુનિ.માં ફરી એકવાર છુટ્ટા હાથની મારામારીની ઘટના, બે જૂથ વચ્ચે...

વડોદરા : એમ.એસ.યુનિ.માં ફરી એકવાર છુટ્ટા હાથની મારામારીની ઘટના, બે જૂથ વચ્ચે અથડામણ !

Published By : Disha PJB

વડોદરાની એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો વધારવાના મામલે છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિવિધ પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવામાં આજે સવારે કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડીંગમાં એક જુથ વિરોધ કરી રહ્યું હતું. જે બાદ બે જુથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. પ્રત્યદર્શીએ મીડિયાને જણાવ્યા અનુસાર, એક જૂથની વિદ્યાર્થીનીએ આવીને અન્ય જુથના વિદ્યાર્થીને લાફો માર્યો હતો. જે બાદ યુનિ. પરિસરમાં છુટ્ટા હાથની મારામારી જોવા મળી હતી.

મારામારીનો ભોગ બનનાર વિદ્યાર્થીએ મીડીયાને કહ્યું કે, અગાઉ ચાર-પાંચ મહિના પહેલા આ લોકોએ મને મારવાનો પ્રયત્ન કર્યો હતો. તે વાતની અદાવત રાખીને આ લોકોએ આજે ફરી મને મારવાનો પ્રયત્ન કર્યો છે. યુનિ. વિજીલન્સ પણ હાજર હતી. તેમણે મને બચાવ્યો, હું તેમનો આભાર વ્યક્ત કરૂ છું. મારી ઇચ્છા છે કે, આ લોકો પર કમિટી બેસે. આ એજીએસયુ દર વખતે આવું જ કરે છે. ભુતકાળમાં આ ગ્રુપના વિદ્યાર્થીઓ પર ગંભીર આરોપો લાગી ચુક્યા છે. આ ગ્રુપ બેન થવું જોઇએ. આ ગ્રુપના કારણે જ યુનિ.નું નામ બગડી રહ્યું છે.

એજીએસયુ ગ્રુપની દિયા પટેલે મીડિયાને કહ્યું કે, આજે એક ગ્રુપ આંદોલન કરી રહ્યું હતું. અમે શાંતિ પૂર્વક તેઓનું આંદોલન જોઇ રહ્યા હતા. તે લોકોને કોઇ પણ પરેશાની કરી ન હતી. તેમાંથી એક છોકરીએ આવી ડાયરેક્ટ અમારા ગ્રુપના એક છોકરાને લાફો મારી દીધો. એટલે હું તેની સાથે શાંતિથી વાત કરવા ગઇ, મેં તેને પુછ્યું કે તે લાફો કેમ માર્યો, તે કોઇ કારણ આપતી નથી. તેણે મને કહ્યું કે, તુ મારામાં ના પડીશ. છોકરી છે એટલે છોકરાને કંઇ પણ કરશે. તે છોકરી હોવાનો ફાયદો ઉઠાવી રહી છે.

આ મારામારીને લઇ યુનિ.માં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચી વિજીલન્સ તૈનાત કરવાની વ્યવસ્થા પોકળ પુરવાર થઇ છે. અગાઉ પણ આ બંને જૂથ વચ્ચે મારામારીની ઘટનાઓ સામે આવતી રહી છે. તેવામાં યુનિ.માં મારામારી રોકવા માટે તંત્ર શું પગલા લે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

ઇનપુટ : દિગ્વિજય પાઠક, વડોદરા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security