Published By : Disha PJB
વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલની વધુ એક લાલીયાવાડી સામે આવી છે જેમાં હોસ્પિટલના એક વોર્ડની બહારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જે વિડીયોમાં સરકારી હોસ્પિટલમાં રખડતા કૂતરાઓએ હોસ્પિટલ તંત્રની બેદરકારીની પોલ ખુલ્લી પાડી હતી.

વડોદરાની સરકારી સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહીત અનેક રાજ્યમાંથી વિવિધ રોગોના ઈલાજ માટે દર્દીઓને લઈને તેમના પરિવારજનો આવતા હોય છે ત્યારે દર્દી અને તેમના પરિવારને નિઃશુલ્ક ભોજનની હોસ્પિટલ દ્ધારા વ્યવસ્થાને કરવામાં આવે છે પરંતુ જે રીતે હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હોસ્પિટલમાં દર્દીના વોર્ડની બહાર રખડતા કૂતરાં ફરી રહ્યા છે અને દર્દીઓ માટે આવેલ ભોજનમાં રખડતા કુતરા મિજબાની માણતા દેખાઈ રહ્યા છે.

સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમની બેદરકારની વાતની સાબિતી આપતા કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે તેવામાં હોસ્પિટલમાં દર્દીઓ માટે બનાવવામાં આવેલા ભોજન લઈને આવેલ કર્મચારી જમવાનું વોર્ડની બહાર મૂકી વાતો એ ચડ્યા હતા અને કૂતરું રોટલી લઈને ભાગ્યું હતુ વાતની જાણ જવાબદારને થતા તાત્કાલિક કૂતરાને ભગાડી અન્ય ભોજન સુરક્ષિત કરવામાં આવ્યું હતું.
ઇનપુટ : દિગ્વિજય પાઠક , વડોદરા.