- ઠેર ઠેર પોસ્ટર લાગ્યા… ભાજપાના કાર્યકરો દ્વારા રોડ ઉપર સ્લોગન લખાયા
- ન્યાય મંદિર વિસ્તારમાં આપ અને ભાજપાના કાર્યકરોની સામસામે નારેબાજી
આજરોજ વડોદરા ખાતે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જો કે કાર્યક્રમ પૂર્વે કેજરીવાલનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. દિલ્હી ખાતે ધર્માંતરણ કાર્યક્રમમાં તેઓના મંત્રી પહોચ્યા હતા અને તે અંગેના વિવાદ બાદ વડોદરામાં વિવાદ સર્જાયો છે.

દિલ્હી ખાતે ધર્માંતરણ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના એક મંત્રીએ હાજરી આપી લોકો પાસે ભગવાન શ્રી ક્રુષ્ણ અને હિન્દુ દેવી દેવતાની પૂજા ન કરવાના શપથ લેવડાવ્યા હતા. અને આ વિડીયો ભારે વાઇરલ થયો હતો. આજરોજ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ વડોદરા ખાતે કાર્યક્રમ યોજનાર હતા તે પૂર્વે શહેરમાં ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ભાજપાના કાર્યકરો દ્વારા રોડ ઉપર સ્લોગનો લખવામાં આવ્યા હતા. અને અરવિંદ કેજરીવાલ હિન્દુ વિરોધી હોવાના નારા લાગવાયા હતા. વડોદરામાં જ્યાંથી કેજરીવાલનો રોડ શો શરૂ થવાનો હતો તેવા ન્યાયમંદિર વિસ્તારમાં ભાજપાના કાર્યકરો અને આપના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. અને બંને વચ્ચે ભારે નારેબાજી જોવા મળી હતી. એક તબક્કે વાતાવરણ ગરમાયું હતું.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપુત, વડોદરા )