- મકરપુરા વિસ્તાર માં રહેતા કારખાના માલિક ને તેના મિત્ર એ જ મોત ને ઘાટ ઉતારી દીધો.
વડોદરાના મકરપુરા જી.આઇ.ડી.સી.માં લેથ મશીનનું કારખાનુ ચલાવતા દિલીપ કુશવાહની હત્યા કરેલી હાલતમાં લાશ 4 સપ્ટેમ્બર ના રોજ તરસાલી હાઇવે પર કચરાના ઢગલા પાસેથી મળી આવી હતી. જે અંગે મકરપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પરિજનો દ્વારા પાડોશી સાથે થયેલી માથાકુટને પગલે હત્યા કરી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે, ફેક્ટરી માલિક યુવક ટૂંક સમય માં જ ધંધામાં આગળ આવી જતા તેના જ મિત્રએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

મૂળ બિહારમાં રહેતા દિલીપકુમાર શંભુશરણ કુશવાહ હાલમાં પત્ની અને બાળકો સાથે મકરપુરા ડેપો પાછળ ઇન્દુયાજ્ઞિક નગરમાં રહે છે. દિલીપકુમાર મકરપુરા જી.આઇ.ડી.સી.માં લેથ મશીનનું કારખાનુ ચલાવે છે. ત્રણ દિવસ પહેલા સવારે પત્ની બિંદુબહેનને દવાખાને લઇ જવાની હતી. સવારે નવ વાગ્યે તેમણે પત્નીને કહ્યું હતું કે,હું અડધો કલાકમાં કારખાના પર જઇને આવું છુ. અને ત્યારબાદ તેઓ બાઇક લઇને ઘરેથી નીકળ્યા હતા.પરંતુ, અડધો કલાક સુધી તેઓ પરત નહી આવતા પત્નીએ મોબાઇલ પર કોલ કર્યો હતો. પરંતુ,પતિએ ફોન રિસિવ નહી કરતા બિંદુબેને તેમની બહેન ઉષાદેવીના દીકરા સંતોષને કોલ કર્યો હતો. ત્યારબાદ પરિવારનો સભ્યો દિલીપકુમારને શોધવા માટે નીકળ્યા હતા. પરંતુ,સાંજ સુધી કોઇ ભાળ નહી મળતા છેવટે મકરપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે ગયા હતા. અને ત્યાર બાદ તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.જેને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથમાં લેવામાં આવી હતી.જેમાં ક્રાઇમ બ્રાન્ચે ગણતરી ના દિવસો માં જ મૃતક દિલીપના જ સમાજના મિત્ર રવિ પ્રસાદ અને તેના મિત્રએ હત્યા કરી હોવાનું ડિટેકટ કરી હત્યારા રવિ ની ધરપકડ કરી છે અને અન્ય આરોપી અડવાણી પાસવાન ને વોન્ટેડ જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે પોતાનો મિત્ર ટૂંકા ગાળામાં ધંધા માં નામના કરતા મિત્ર રવિ ઈર્ષ્યાથી અંધ બન્યો હતો અને પોતાના મિત્ર સાથે મળી હત્યા કરીને સમાજના વિરોધમાં પણ જોડાયો હતો પરંતુ આખરે સત્યનો જ વિજય થાય તેમ તેનો ભાંડો પણ ફુટી ગયો હતો.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)