- ભાજપના કોપોરેટરના ભાઈના ઘરે થયેલ લૂંટ…
વડોદરાના વાસણા વિસ્તારમાં કોર્પોરેટરના ભાઈના ઘરે બંદૂકની અણીએ લુંટારૂઓએ દંપતીને ઘરમાં બંધક બનાવી ત્રણ લૂંટારૂઓએ લુંટ મચાવી હતી. લૂંટના બનાવના પગલે ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. આવા લૂંટના બનાવના પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી….
વાસણા વિસ્તારમાં થયેલ લૂંટના બનાવ અંગે વિગતે જોતા વાસણા પેટ્રોલ પંપ સામે આવેલી એકમુદ્રા સોસાયટીમાં લૂંટની ઘટના બની હતી જેમાં લુટારુઓએ રિવોલ્વર બતાવી અંદાજિત 50 તોલા સોના અને રોકડની લૂંટ મચાવી હતી અને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા લૂંટના બનાવ અંગે પોલીસને જાણ કરાતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને પોલીસની વિવિધ ટીમોએ લૂંટારુઓને પકડવા ની કામગીરીની શરૂઆત કરી હતી.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/10/d6915f50-305c-4422-b06e-ce4c68d5d090-1024x544.jpg)
તરત જ વડોદરા શહેર અને જિલ્લામાં નાકાબંધી કરી સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી આ બનાવ અંગે લૂંટની ઘટનાનો ભોગ બનેલા દંપતીએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે લૂંટારુઓએ ઘરમાં અચાનક પ્રવેશ કર્યો હતો એટલુ જ નહિ દીપકભાઈ પટેલને લૂંટારૂઓએ માર માર્યો હતો અને ઘરના રૂમમાં દોરીથી બાંધી દીધા હતા તેમજ માર મારવાની ધમકી આપી તિજોરીની ચાવી લઈ લૂંટ ચલાવી હતી દંપતિના જણાવ્યા અનુસાર લુટારુઓ હિન્દીમાં કરતા વાત કરતા હતા આ બનાવની તપાસ પોલિસ કરી રહી છે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપુત, વડોદરા)