- ટ્રેનના એ સિ કોચમાં પણ હવે મુસાફરોના કીમતી સામાનની ઉઠાંતરી થતી હોવાનાં બનાવો બની રહ્યાં છે…
હાલમા જ મહારાષ્ટ્રના મુંબઈ ખાતે રહેતા 73 વર્ષના શાલિની અશોકભાઈ દેશપાડે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં પતિ સાથે મુસાફરી કરી દ્વારકા જતા હતા. તેવામાં રાત્રિનાં સમય ની મુસાફરી હોવાથી વૃદ્ધ પતિ અને પત્ની ઊંઘી ગયા હતા. વડોદરા રેલવે સ્ટેશન આવતા તેઓ ઉંઘમાંથી જાગ્યા ત્યારે કાળા રંગનું પર્સ ગાયબ થઈ ગયું હોવાનુ જણાયું હતું. કોઈ ગઠિયો એસી કોચમાંથી દાગીના, રોકડ 25 હજાર સહિત 51 હજારની મત્તા મૂકેલ પર્સ ઉઠાવી ગયો હતો.આ બનાવ અંગે રેલ્વે પોલિસ માં ફરીયાદ નોંધાતા પોલીસે તપાસનો આરંભ કરેલ છે.




