Home News Update My Gujarat વડોદરા શહેરના એક યુવકને ઈન્સ્ટાગ્રામ પર કૉમેન્ટ કરવું પડ્યું ભારી…અજાણ્યા યુવકોએ આપી...

વડોદરા શહેરના એક યુવકને ઈન્સ્ટાગ્રામ પર કૉમેન્ટ કરવું પડ્યું ભારી…અજાણ્યા યુવકોએ આપી તાલિબાની સજા…

0
  • માથાભારે યુવકોએ માર મારતો વિડિયો અપલોડ કરી પોલીસને પડકાર ફેક્યો

વડોદરા શહેરમાં માથાભારે યુવકોએ એક યુવકને કૉમેન્ટ કરતા માર મારી વિડિયો અપલોડ કરી પોલીસને પડકાર ફેક્યો છે.

વડોદરા શહેરમાં ભાયલી વિસ્તારમાં એક યુવકને ઈન્સ્ટાગ્રામ લાઈવમાં કમેન્ટ કરવી ભારે પડી છે. અજાણ્યા યુવકોના ઈન્સ્ટાગ્રામ લાઈવમાં કૉમેન્ટ કરતા યુવાનને તાલીબાની સજા મળી છે. યુવકની કૉમેન્ટથી નારાજ થઈ અજાણ્યા યુવકો રોષે ભરાયા હતા. કૉમેન્ટ કરનાર યુવકને બોલાવી જાહેર માર્ગ પર પટ્ટા વળે ફટકાર્યો હતો. ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર તાલિબાની સજા આપતા યુવકોને કાયદાનો કોઇ ડર નથી. તો યુવકોએ ભાયલીના યુવકને આપેલી તાલિબાની સજાનો વિડિયો પણ અપલોડ કર્યો છે. તેમજ ઈન્સ્ટાગ્રામ પર વિડિયો અપલોડ કરી ને લખ્યું અમારા લાઈવમાં ખોટી કમેન્ટ કરો તો આવી હાલત થાય છે. માથાભારે યુવકોએ માર મારતો વિડિયો અપલોડ કરી પોલીસને પડકાર ફેક્યો છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version