Published by : Rana Kajal
- કામોસમી વરસાદની શરૂઆત…
- માત્ર પાંચ મિનિટમાં જ મેઘરાજાએ શહેરને ધમરોળી નાખ્યું
વડોદરા શહેરમાં આજે સવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા એકાએક વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદના કારણે એક તરફ ઠંડા પવનની લહેરકીઓ જોવા મળી હતી તો બીજી તરફ આકાશમાં વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળ્યા હતા. વરસાદના કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને લલાટે ચિંતાની લકીરો જોવા મળી છે. ઉભા પાકને પણ નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતો છે. આ વરસાદે ઉનાળામાં ઠંડક પ્રસરાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં હવામાનમાં અચાનક ફેરફારો આવી રહ્યા છે અને ઋતુચક્ર પણ જાણે બદલાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે આ ઋતુચક્રમાં ફેરફાર થયો હોય તેવી શક્યતાઓ છે.