Published By:-Bhavika Sasiya
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા સક્રિય થયા હોવાથી આ પ્રવૃત્તિને રોકવા અને પ્રવૃત્તિ કરનારા ઈસમોને પકડી પાડવા માટે પોલીસ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ શહેરમાં દારૂ-જુગારની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી વાહનચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જે દરમિયાન વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંધબોડીના કન્ટેનરમાં ભરીને લઈ જવાતો ગેરકાયદેસર વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસમાં નોઁધાયેલી ફરિયાદ અનુસાર,એલસીબીની ટીમો દ્વારા અલગ અલગ ટીમો બનાવીને પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યો છે. તે દરમિયાન એલસીબીને બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે, એક બંધ બોડીના કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરીને હાલોલથી વડોદરા તરફ જાય છે. જે હકિકતના આધારે ટીમ દ્વારા હાઈવે પર વોચ રાખી નાકાબંધી કપરવામાં આવી હતી. તેમજ એલસીબીની ટીમ પણ જરોદ પીલસ સ્ટેશનની હદમાં આમલીયાર ગામે આવેલા જીઈબીના ગેટ પાસે હાલોલથી વડોદરા તરફની ટ્રેક ઉપર છુટા છવાયા વોચામાં ગોઠવાઈ ગયા હતા.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-14-at-1.57.38-PM1-576x1024.jpeg)
થોડા સમય બાદ બાતમીમાં જણાવ્યાનુસારનું બંધ બોડીનું ટેન્કર દેખાતા તેને ઉભુ રાખવા જણાવતા ચાલકે કન્ટેનર ઉભું રાખ્યું નહોતું. જેથી ટીમ દ્વારા તેનો પૂછો કરતા તેને આમલીયારા ગામના ઓવરબ્રીજ પર કોર્ડન કરી પકડી પાડ્યું હતું. જે બાદ ખાત્રી કરતા તે બાતમીમાં જણાવેલું કન્ટેનર હોવાનું સામે આવ્યું હતું. જેના ચાલકને એલસીબીની ટીમ દ્વારા નીચે ઉચારી નામઠામ પૂછતા પ્રકાશસિંહ પુનમસિંહ રાવત રાજપુત (રહે.રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. જે બાદ ચાલકને સાથે રાખી કન્ટેનરની તપાસ કરતા અંદરથી જુદા જુદા માર્કાના ભારતીય બનાવટની રૂ.46,68,000/-ની 870 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. સાથે જ એક જીપીએસ ટ્રેકર પણ મળી આવ્યું હતું.
જેથી આ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી ભરીને લઈ આવ્યો હોવાનું ચાલકને પૂછતા કન્ટેનર અંબાલા હાઈવે પર આવેલા રાજપુરા પાસે ઢાબા ઉપરથી દેવીલાલ(રહે.રાજસ્થાન) નામના માણસે આપ્યું હતું. જે કન્ટેનર લઈ ગુજરાતમાં ગોધરા, વડોદરા થઈ ભરૂચ પહોંચીને દેવીલાલને ફોન કર્યા બાદ તેના કહ્યા મુજબ આગળ વધવાનું હોવાની હકીકત જણાવી હતી. જેથી એલસીબીની ટીમ દ્વારા રૂ.56.83,000નો મુદ્દામાલ કબ્જે કરી કન્ટેનરના ચાલક અને દારૂ મોકલનાર ઈસમ વિરુદ્વ ગુનો નોંધી તપાસના ચક્રોગતિમાન કર્યા છે. તેમજ કન્ટેનરમાંથી મળી આવેલા જીપીએસને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે.