સમગ્ર મામલો એમ છે કે ફરિયાદી બેન મીરાઈટ ગુપ્તા તેઓ સમાં શાક માર્કેટની સામે આવેલી ખાનગી શાળામાંથી પોતાની નાની બાળકીને સ્કૂલેથી ઘરે લઈ જઈ મોપેડ પર પરત ફરતા હતા તે અરસામાં ભર બપોરના સમયે એક ચાલતો યુવાન મોપેડની નજીક આવે છે અને ફરિયાદીના ગળામાંથી 10 ગ્રામની ચેન તોડી ફરાર થઈ જાય છે ત્યારબાદ ફરિયાદીએ કંટ્રોલમાં ફોન કરતા સમા પોલીસ સ્ટેશનની સાથે સાથે વડોદરા શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર આવી સમગ્ર માહિતી મેળવી ને તે અછોડા તોડ યુવકને પકડવાના ચક્રો ગતિમાન શરૂ કર્યા છે.
ત્યારે હાલ અછોડા તોડ યુવકના “સીસીટીવી” સામે આવ્યા છે કે ફરિયાદી બેન ધીમી ગતિએ પોતાનું મોપેડ લઈને જતા હતા તે અરસામાં જ અછોડા તોડ યુવક ચાલતો ચાલતો જાય છે અને ફરિયાદી બેનના ગળામાંથી અછોળો તોડી ભાગી જાય છે ત્યારે વડોદરા શહેરની પોલીસ બેડામાં એક ચિંતાનો વિષય છે કારણ કે હમણાં સુધી જેટલા પણ અછોડા તોડના બનાવો સૌ કોઈએ જોયા હશે અને સાંભળ્યા હશે તો તેઓ બાઈક પર આવતા હોય છે અને ફરાર થઈ જતા હોય છે ત્યારે આ છોડાતોડ એવું કહી શકાય કે કેટલાય સમયથી રેકી કરતો હશે અને આજે તેણે અછોડો તોડીને અંજામ આપ્યો છે ત્યારે સમા પોલીસ સ્ટેશન અને વડોદરા શહેર પોલીસ માટે આ એક ચિંતાનો વિષય ઉભો થયો છે કે યુવક સોસાયટીઓની ગલીઓમાંથી ભાગ્યો તો ક્યાં ભાગ્યો.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)