શ્રીમંત S.V.P.C ટ્રસ્ટ આશીર્વાદ ગણેશ, દાંડિયા બજાર ખાતે સુપ્રસિદ્ધ ગાયક અનુરાધા પૌડવાલ દ્વારા આરતી કરવામાં આવી. આ પ્રસંગે વડોદરાના ડેપ્યુટી મેયર નંદાબેન જોષી, વડોદરા ગોત્રી ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામી તથા અન્ય અઘિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીમંત S.V.P.C ટ્રસ્ટ આશીર્વાદ ગણેશના આયોજક હરીશભાઈ ધુમલ તથા ટીમ દ્વારા દર વર્ષની જેમ સાદગી અને પારંપારિક રીતે દાંડિયા બજારના શ્રીમંત S.V.P.C ટ્રસ્ટ આશીર્વાદ ગણેશજી સ્થાપના કરી પારંપારિક રીતે પુજા અર્ચના કરી ઉજવણી કરવામાં આવે છે, ગણેશજી ની પારંપારિક રીતે પુજા અર્ચના કારણે વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ ઉભું થાય છે.

શ્રીમંત S.V.P.C ટ્રસ્ટ આશીર્વાદ ગણેશજીમાં મહારાષ્ટ્રના પુને શહેરના સુપ્રસિદ્ધ ગણેશ મંદિર શ્રીમંત શ્રી દગડું સેઠ હલવાઈની ઝાંખી જોવા મળે છે તેવું શ્રીમંત S.V.P.C ટ્રસ્ટ આશીર્વાદ ગણેશજી ના દર વર્ષે આવનાર ગણેશ ભક્તો દ્વારા જણાવવામાં આવ્યું..
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા )