Home News Update Nation Update વધુ એક લવ જેહાદનો કિસ્સો…. યહ આગ કબ બુઝેગી…

વધુ એક લવ જેહાદનો કિસ્સો…. યહ આગ કબ બુઝેગી…

0

Published by : Rana Kajal

દેશમા લવજેહાદ ના કિસ્સાઓ ઉપરાછાપરી બની રહ્યા છે હાલમાં જ પુણે સાથે લવજેહાદના કિસ્સામાં સગીર પર ગુજારવામાં આવેલ અત્યાચાર ચર્ચાનો વિષય બન્યો છે..પુણેમાં સગીરા પર 4 વર્ષ સુધી અત્યાચાર ગુજારવામાં આવ્યો, સિગારેટથી દામ દેવામાં આવ્યા હતા..પોલીસના જણાવ્યા અનુસાર, છોકરી માર્ચ 2019 માં જિલ્લાના મંચર શહેરમાંથી ગુમ થઈ ગઈ હતી. તેના સંબંધીઓએ અપહરણનો ગુનો નોંધ્યો હતો. આરોપી અને યુવતી ગયા મહિને મંચર પરત ફર્યા હતા. સંબંધીઓએ છોકરીને એક ઘરમાંથી શોધી કાઢી હતી જ્યાં તે આરોપી સાથેજ સગીરા રહેતી હતી.
મહારાષ્ટ્રના પુણેમાં લવ-જેહાદનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે 22 વર્ષીય જાવેદ શેખની ધરપકડ કરી છે. આરોપ છે કે જાવેદે માર્ચ 2019માં યુવતીનું અપહરણ કર્યું હતું. આ પછી, તેણે તેની સાથે લગ્ન કર્યા અને તેણીને ત્રાસ આપ્યો. એટલું જ નહીં તેને સિગારેટથી દામ દેવામાં આવ્યા હતા. ભાજપના નેતાએ પોલીસને આ મામલા અંગે સઘન તપાસની માંગ કરી છે.જ્યારે પોલીસના જણાવ્યા અનુસાર, છોકરી માર્ચ 2019 માં પુણે જિલ્લાના મંચર શહેરમાંથી ગુમ થઈ ગઈ હતી. તેના સંબંધીઓએ અપહરણનો ગુનો નોંધ્યો છે આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર યુવતીના પરિવારજનોએ તેને 16 મેના રોજ પોલીસ સ્ટેશનમાં રજૂ કરી હતી. બીજા દિવસે આરોપી જાવેદ શેખની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. પોલીસે જાવેદ શેખ સામે આઈપીસી કલમ 363 (અપહરણ), 376 (બળાત્કાર), 324 (સ્વૈચ્છિક રીતે ખતરનાક હથિયારો અથવા માધ્યમથી ઈજા પહોંચાડવી), 344 અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. બીજેપી નેતાએ કહ્યું હતું કે છોકરીને પણ બીફ ખાવા માટે મજબૂર કરવામા આવી હતી.

આ દરમિયાન બીજેપી નેતા ગોપીચંદ પડલકરે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે યુવતી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે યુવતીને સિગારેટ પીવડાવવામાં આવી હતી, તેને કોઈ અનૈતિક કૃત્ય કરવા દબાણ કરવામાં આવ્યું હતું. બળજબરીથી બીફ ખાવા અને બુરખો પહેરવાની ફરજ પાડવામા આવી હતી તેમણે પોલીસને સઘન તપાસ કરવાની માંગ કરી હતી

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version