Published By : Patel shital
- માફક સરનું દૈનિક 8 કે 10 ગ્લાસ પાણી પીવુ પુરતું છે…
- ઘણી વાર એમ કહેવાતું હોય છે કે જેટલુ વધુ પાણી પીઓ તેટલું વધુ સારૂ…
- પરંતું જરૂર કરતા વધુ પાણી પીવાથી પણ નુકશાન થઈ શકે છે…
માનવીનું શરીર પાણીથી બનેલું છે. આ પ્રવાહી આપણા શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને ડિહાઇડ્રેશનના જોખમને દૂર કરે છે. આ જ કારણ છે કે માનવીએ નિયમિત સમયાંતરે પાણી પીવુ એવી સલાહ આપવામાં આવે છે જો કે વધુ પડતુ પાણી પીવું નુકશાનકારક છે જો કે
ડાયટિશિયનના જણાવ્યા અનુસાર આપણા મગજમાં એક થ્રસ્ટ સેન્ટર છે. જે શરીરમાં પાણીની માત્રામાં ઘટાડો દર્શાવે છે. આવા સમયે પેપ્ટાઈડનો સ્ત્રાવ થાય છે જે થ્રસ્ટ સેન્ટરને સંકેત આપે છે કે હવે પાણી પીવાની જરૂર છે. જેને તરસ લાગી એમ કહી શકાય. પરંતુ જો તરસ વગર પાણી પીવો તો આ આદતને સાયકોજેનિક પોલીડિપ્સિયા કહે છે. તેનાથી શરીરમાં પ્રવાહીનું સ્તર વધે છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી.

જે લોકો ખૂબ પાણી પીવે છે તેમના શરીરમાં સોડિયમનું સ્તર ઓછું થવા લાગે છે આવી સ્થિતિમાં કોષોમાં પાણીની માત્રા વધી જાય છે જેનાથી સોજો વધે છે આને હાયપોનેટ્રેમિયા કહેવામાં આવે છે. તે ખાસ કરીને મગજને નુકસાન પહોંચાડે છે. એમ તબીબો જણાવી રહ્યા છે. દિવસના 8 થી 10 ગ્લાસ પાણી માનવ શરીર માટે પુરતું છે.