- ગંગોત્રી હાઈવે બંધ થતાં 3000કરતાં વધૂ યાત્રાળુઓ ફસાયા…
દેશમા હવે વરસાદની ઋતુ વિદાય લઇ રહી છૅ પરતુ વિદાય લઇ રહેલ વરસાદ જતા જતા પણ તોફાની બેટિંગ કરી રહ્યો છે. ઉત્તરાખંડનાં વિવિઘ વિસ્તારોમા વરસાદે વિનાશ સર્જ્યો છે. ગંગોત્રી હાઈવે ભારે વરસાદ અને ભૂસ્ખલનના પગલે બંધ થતા 3000 કરતા વધુ યાત્રાળુઓ ફસાયા છે. બાળકોને દુધની તક્લીફ પડી રહી છે. કેદારનાથ અને આજુબાજુનાં વિસ્તારોમા હિમવર્ષા થઈ રહી છે. હેલગુ ઘાટ અને સુનનગર વચ્ચે ભૂસ્ખલનના બનાવો બન્યા હતા. ઉત્તરાખંડના વિવિઘ વિસ્તારોમાં હાલમાં હિમવર્ષા અને ભારે વરસાદ વરસી રહ્યો છે સાથે જ ભારે વરસાદની આગાહીના પગલે મોસમ વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.