વરસાદ એ સહુ માટે આનંદ લઈને આવે છે. અને વરસાદની રાહ દરેક જીવસૃષ્ટિ જોતી હોય છે. આપણાં માંથી ઘણાં લોકોને આદત હોય છે કે, વરસાદ આવે તો ચાતકની જેમ મોંઢું ખુલ્લું રાખીને વરસાદી છાંટા પી જતા હોય છે. વરસાદી પાણી પીવાની મજા માણતા હોય છે. ઘણાં લોકો તો એવી માન્યતાઓ પર પણ ચાલતા હોય છે કે, આવું પાણી પીવાથી ફાયદો થાય છે. પણ આ વાત સાચી નથી. વરસાદી પાણી સીધું પીવાથી શું થાય છે તે અંગે એક રિસર્ચ કરવામાં આવ્યું છે. આ રિસર્ચમાં જે ખુલાસો થયો છે તે વાંચીને તમારા હોશ ઉડી જશે.

વરસાદ આવતા જ બધા જ દેશમાં લોકો ખુશ થઈ જાય છે. અને લોકો હાથ ફેલાવીને વરસાદનું સ્વાગત કરતાં હોય છે. વરસાદના ટીપા આપને ભીંજાવી દે છે. ગરમીથી રાહત મળે છે. અને કેટલાક લોકોનું મોઢુ ખુલી જાય છે. પરંતુ આ રાહતમાં ભેળવેલુ ઝેર આપને દેખાતુ નથી હોતું. તે ધીરે ધીરે આપના શરીરને નુકસાન કરે છે. એક સ્ટડી અનુસાર દુનિયાની કોઈ પણ જગ્યાએ વરસાદનું પાણી શુદ્ધ નથી રહ્યું. મનુષ્ય દ્વારા કાઢવામાં આવેલા ઝેરીલા રસાયણોથી વરસાદનું પાણી અશુદ્ધ થઈ ગયું છે. વરસાદના પાણીમાં નવા રસાયણો મળી રહ્યાં છે. જેને ફોરેવર કેમિકલ્સ કહેવાય છે.
સામાન્ય રીતે રસાયણોનો મોટો પ્રમાણ મનુષ્યએ બનાવેલા કેમિકલ્સમાં નથી આવતો. પહેલા માનવામાં આવતુ હતું કે વરસાદનું પાણી સૌથી શુદ્ધ હોય છે. પરંતુ હવે એવુ નથી. કારણ કે મનુષ્યએ વાયુ, ધરતી અને પાણીની જગ્યા પર ગંદકી કરીને રાખી છે. પ્રદૂષણ ફેલાવેલું છે. પર એન્ડ પૉલી ફ્લોરોએલ્કિલ સબ્સન્ટ્સ રસાયણ આ પાણીમાં મળી જાય છે. તેને જ સાયન્ટિસ્ટ ફૉરેવર કેમિકલ્સ કહે છે.

યુનિવર્સિટી ઓફ સ્ટૉકહોમના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દુનિયામાં મોટાભાગની જગ્યાઓ પર થનારો વરસાદ અસુરક્ષિત છે. ફૉરેવર કેમિકલ્સ પર્યાવરણમાં તૂટતા નથી. તે નોન સ્ટિક હોય છે. તેનામાં સ્ટ્રેન એટલે ગંદકી સાફ કરવાની કાબિલિયત હોય છે. તેનો ઉપયોગ ઘરના પેકેજિંગ, ઈલેક્ટ્રોનિક્સ, કૉસ્મેટિક્સ અને કિચનના વાસણોમાં થાય છે. ફૉરેવર કેમિકલ્સ અંગે દુનિયામાં ખાસ ગાઈડલાઈન્સ છે. પરંતુ તેનું સ્તર ધીરે ધીરે પડી રહ્યું છે. ગત બે દાયકાથી ફૉરેવર કેમિકલ્સના ઝેરીલાપણ માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં નથી આવી. તેના કોઈ પણ પ્રકારનો સકારાત્મક બદલાવ કરવામાં નથી આવ્યો.
યુનિવર્સિટી ઓફ સ્ટોકહોમમાં ડિપાર્ટમેન્ટ ઓફ એનવાયર્મેન્ટ સાયન્સના પ્રોફેસર અને આ સ્ટડીના પ્રમુખ શોધકર્તા ઈયાન કઝિન્સે જણાવ્યું કે PFAS (per- and polyfluoroalkyl substances)ની ગાઈડલાઈન્સ સતત ગિરાવટ આવી રહી છે. સાથે જ દુનિયાભરમાં રસાયણોની માત્રા વધી રહી છે.

ઈયાને જણાવ્યું કે આ જ રસાયણોમાં કેન્સર પેદા કરનારા પરફ્લોરોઑક્ટેનોઈક એસિડ આવે છે. અમેરિકામાં આ રસાયણને લઈને જે ગાઈડલાઈન્સ હતી તેમાં 3.75 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકાએ હવે છેક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વરસાદનું પાણી અસુરક્ષિત છે. તે પીવાય તેમ નથી. દુનિયામાં ક્યાંય પણ વર્ષાજળ સુરક્ષિત નથી.
દુનિયામાં કેટલીક જગ્યાઓ પર વરસાદનું પાણી પીવાને યોગ્ય માનવામાં આવે છે. વરસાદના પાણીનું સ્ટોરેજ કરીને પીવા માટે લોકો વાપરતા હોય છે. પરંતુ હવે આ પાણી સુરક્ષિત નથી. હવે સવાલ એ છે કે ફૉરેવર કેમિકલ્સથી શરીરને શું નુકસાન થાય છે.

જો આ રસાયણની શરીરમાં માત્રા વધી જાય છે તો તેનાથી પ્રજનન ક્ષમતા ઘટી જાય છે. કેન્સરનો ભય પણ રહે છે. આ સિવાય બાળકોનો વિકાસ પણ યોગ્ય નથી રહેતો. જોકે તેનો કોઈ પૂરાવો નથી. નવી સ્ટડીમાં એ માગ કરવામાં આવી છે કે PFASને લઈને નવી સખ્ત ગાઈડલાઈન્સની જરૂર છે.