Published by : Rana Kajal
વિશ્વભરના ક્રિકેટ ચાહકો લાંબા સમયથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની તારીખોની રાહ જોઈ રહ્યા છે. ICCએ World Test Championshipને લઈ મોટી જાહેરાત કરી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલની જાહેરાત કરવામાં આવી છે. આઈસીસીએ આજે ફાઈનલની તારીખ જાહેર કરી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ આ વખતે લંડનના ધ ઓવલ મેદાનમાં યોજાશે.ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ની ફાઇનલ 7 થી 11 જૂન દરમિયાન ઓવલ, લંડન ખાતે રિઝર્વ ડે રમાશે. વરસાદ કે અન્ય કોઈ કારણસર મેચ ન રમાય તો 12 જૂનને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. ગયા વર્ષે ન્યુઝીલેન્ડે સાઉથમ્પટનમાં 2021ની ફાઇનલમાં ભારતને આઠ વિકેટે હરાવીને પ્રથમ ટાઇટલ જીત્યું હતું.હાલમાં, ઓસ્ટ્રેલિયા 75.56 પોઈન્ટ ટકાવારી સાથે પોઈન્ટ ટેબલમાં નંબર વન છે અને તેમની પાસે ક્વોલિફાઈ થવાની સૌથી વધુ તકો છે. આ પછી ભારતનો નંબર આવે છે. જેમના 58.93 પોઈન્ટ છે.