Published By:-Bhavika Sasiya
- ખુબ મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા…
- આજના દિવસે એટલે કે તા 6 ઑગસ્ટના દિવસે હીરોશીમા અને નાગાસાકી પર પરમાણુ બૉમ્બ ઝીંકાયા હતા પરિણામે ખુબ મોટી સંખ્યામા લોકોના જીવ ગયા હતા…
પરમાણુ બૉમ્બના સર્જક ઓપન હાઇમર આ બૉમ્બ વિસ્ફોટ પછી શાંતિ થી જીવી શક્યા ન હતા તે બાદમાં તે પસ્તાવાની આગમાં સળગતો રહ્યો અને પરમાણુ મિશન બંધ કરવાની બૂમો પાડતો રહ્યો. જોકે તેની વાત સાંભળવામાં ન આવી અને તેને દેશદ્રોહી જાહેર કરવામાં આવ્યો. જોકે ઓપેનહાઇમરનું બાકીનું જીવન પણ કઈ નર્કથી ઓછું ન હતું.નવી ફિલ્મ ઓપેનહાઇમર બર્ડ અને શર્વિન દેવરા દ્વારા લખાયેલી તેમની જીવનચરિત્ર પર આધારિત છે. તેણે ઓપેનહેઇમરની જીવનચરિત્રમાં લખ્યું છે કે, જ્યારે અણુ બોમ્બનું પરીક્ષણ થવાનું હતું ત્યારે તે શ્વાસ પણ લઈ શકતો ન હતો. આગલી રાતે તેને ઊંઘ ન આવી. વિસ્ફોટ તેમની ધારણા કરતાં અનેકગણો મોટો હતો. સૂર્યનું તેજ ઝાંખું પડી ગયું. 160 કિમી સુધી આંચકા અનુભવાયા હતા. જોકે સફળ પરીક્ષણ બાદ તેની બોડી લેંગ્વેજ બદલાઈ ગઈ હતી. અણુબૉમ્બ બ્લાસ્ટ વખતે તેમના મુખમાંથી ગીતાનો શ્લોક નીકળ્યો, હું જગતનો નાશ કરનાર કાળ છું.

આ જીવનચરિત્ર મુજબ પરમાણુ પરીક્ષણ પછી તે ખૂબ જ હતાશ થઈ ગયો હતો. આ પરમાણુ પરીક્ષણના એક મહિના પછી 6 ઓગસ્ટે હિરોશિમામાં પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. 6 ઓગસ્ટ, 1945 ના રોજ મારિયાના ટાપુઓ પરથી ઉડાન ભર્યા પછી અમેરિકન વિમાન એલોના ગે હિરોશિમા પર પહોંચ્યું. સવારે 8.15 વાગ્યે લિટીલ બોય બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. બોમ્બ વિસ્ફોટ થતાની સાથે જ આગ અને ધુમાડાના વાદળો આકાશ તરફ હતા. આસપાસનું તાપમાન 3 હજારથી 4 હજાર ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. હિરોશિમા 10 સેકન્ડમાં નાશ પામ્યું હતું. હજારો લોકો વરાળની જેમ ગાયબ થઈ ગયા. લોકો ઘરોની દિવાલો સાથે ચોંટી ગયા હતા.બે લાખ લોકોના મોત કહેવાય છે કે થોડીવારમાં 70 હજાર લોકોએ જીવ ગુમાવ્યા. તે સમયે જ્યારે ઓપેનહાઇમરને આ વિશે ખબર પડી ત્યારે તે ખૂબ જ ખુશ હતો. પરંતુ આ ખુશી લાંબો સમય ટકી ન હતી. તે ફરીથી પસ્તાવાની આગમાં સળગવા લાગ્યો. 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટે હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. તેમાં બે લાખ લોકોના મોત થયા અને આજની પેઢીઓ પણ આ હુમલાનો ભોગ બની રહી છે. આ હુમલાના બે મહિના પછી જ્યારે ઓપેનહાઇમર અમેરિકી રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે, એવું લાગે છે કે મારા હાથ લોહીથી રંગાયેલા છે રાષ્ટ્રપતિને ઓપેનહાઇમરનું આ નિવેદન ગમ્યું નહીં અને તેમને તરત જ ઓફિસની બહાર ફેંકી દેવામાં આવ્યા. રાષ્ટ્રપતિએ કહ્યું કે, મને એવા લોકોને મળવું પસંદ નથી જે બાળકોની જેમ રડે છે. આ પછી ઓપેનહાઇમરે પરમાણુ મિશનનો વિરોધ કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ અમેરિકાએ 1952 સુધીમાં હાઇડ્રોજન બોમ્બ બનાવ્યો. જ્યારે ઓપેનહાઇમરે સરકારનો વિરોધ કર્યો ત્યારે તેના પર રશિયન જાસૂસ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો. તેને સિક્યોરિટી ક્લિયરન્સ ન મળ્યું અને તેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો. અમેરિકી સરકાર દ્વારા તેને દેશદ્રોહી જાહેર કરવામાં આવ્યો અને આખી જીંદગી આ કલંક સાથે જીવવું પડ્યું હતુ..