સર્ચ એન્જીન ગુગલ પર વિદાઇ લઇ રહેલા ૨૦૨૨ના વર્ષમાં સૌથી વધારે આઇપીએલ (ઇન્ડિયન પ્રિમિયર લીગ) સર્ચ થયું છે. કઇ મેચો કયારે રમાશે, તેના રેકોર્ડ, મેચ શિડયૂલ્ડ તથા ખેલાડીને લગતી માહિતીઓનો સમાવેશ થાય છે. નવા ચૂંટાયેલા ભારતના બીજા મહિલા રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુ વિશે પણ સર્ચ કરવામાં આવ્યું. ખાસ કરીને બિહાર,યુપીમાં યુવાનોએ આર્મીમાં ભરતીની તૈયારી કરતા યુવાનોએ વિરોધ કર્યો હતો. આ અગ્નિપથ વિશે પણ લોકોએ સર્ચ કર્યુ હતું. આર્મીમાં કરાર આધારિત ભરતી માટેની અગ્નિપથ યોજનાનો ખૂબ વિવાદ થયો હતો.
કોરોના વેકિસન લીધા પછી વેકસિન સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું તે પણ સૌથી વધારે સર્ચ થયું હતું. નવાઇની વાત તો એ છે કે વાનગીઓમાં પનીર ડિશ વિશે સર્ચ કરવામાં પણ લોકોને વધારે રસ પડયો હતો.તો આ વર્ષે ભારતની મહાન ગાયિકા લતા મંગેશકરનું અવસાન થયું હતું. તેમના વિશે જાણકારી મેળવવામાં લોકોને ખૂબ રસ પડયો હતો.