દરરોજ જાડા અનાજ ખાવાથી માનવ શરીરને અનેક ફાયદા…
વર્ષ 2023ને સમગ્ર વિશ્વ જાડા અનાજ વર્ષ તરીકે મનાવવામાં આવશે. દરરોજ જાડું અનાજ ખાવાથી માનવ શરીરને ખૂબ ફાયદો થાય છે. ઍક અભ્યાસ મુજબ જાડું અનાજ ખાવાથી ડાયાબિટીસ જોખમ 30 ટકા સુઘી ઘટી જાય છે.તે ઉપરાંત કોલેસ્ટ્રોલ ઘટે છે અને તેથી હૃદય રોગનું જોખમ ઘટી જાય છે. તે ઉપરાંત ઇન્સ્યુલીનનુ પ્રમાણ સુધરે છે..
જાડુ અનાજ કે જેને હોલ ગ્રેન પણ કહેવાય છે. જાડું અનાજ દરરોજ માનવીના શરીરમાં 50 ગ્રામ જેટલું જાય તો પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વહેલી સવારે નાસ્તામાં જાડા અનાજનુ સેવન કરવું તેમજ દિવસમાં ખાવું ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે..
જાડુ અનાજ ઍટલે અનાજના પાક માથી ખાઈ શકાય તેવા બીજને જાડા અનાજ તરીકે ઓળખવામા આવે છે કોઇપણ અનાજના ત્રણ પડ હોય છે આ ત્રણે પડ ધરાવતા અનાજને પણ જાડુ અનાજ કહેવાય છે. ત્રણ પડમાં સોથી ઉપરનું પડ જે કડક હોય છે તેમાં ફાયબર હોવાથી મિનરલ અને વિટામિન વધૂ હોય છે. ત્યાર બાદના પડમા વિટામિન અને પોષક તત્વો હોય છે જ્યારે અંતીમ પડમાં મોટા ભાગે પ્રોટીન, વિટામિન ઓછા હોય છે…
જાડા અનાજના ફાયદા જોતા હૃદય રોગનું જોખમ ઘટી જાય છે. ત્યાં ડાયાબિટીશ થવાની શક્યતા પણ ઘટી જાય છે અને આંતરડાના કેન્સર થવાનું જોખમ પણ ઘટી જાય છે..
બાજરી, જુવાર, ચણા, જવ, રાજગરો, બ્રાઉન રાઈસ, મકાઈ અને રાગી જેવા જાડા અનાજ ખૂબ સરળતાથી મળી રહે છે . ચણા ને ઘઉંના લોટમાં મિલાવી શકાય, અંકુરીત ચણા પણ ખૂબ ફાયદાકારક છે જ્યારે જુવાર અને મગદાળની ખીચડી બનાવી શકાય જ્યારે જવની દાળ અને રોટલી બનાવી શકાય અને રાગી પણ લોટ સાથે મિલાવી રોટલી તરીકે ભોજન માં સામેલ કરી શકાય છે.