- ભારત પછી બીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર એશિયાના અન્ય દેશ ચીનનું હોવાનો અંદાજ
IMF એટલે કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે વર્ષ 2023માં વૈશ્વિક અર્થવ્યવસ્થા વૃદ્ધિની આગાહી જાહેર કરી છે. IMFએ 2023 માટે ભારતની વૃદ્ધિનું અનુમાન 6.1 ટકા જાળવી રાખ્યું છે. IMF અનુસાર, ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. જ્યારે ભારત પછી બીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર એશિયાના અન્ય દેશ ચીનનું હોવાનો અંદાજ છે. જેનો વિકાસ દર 5.2% રહેવાનો અંદાજ છે.
IMF અનુસાર, 2022ની સરખામણીએ 2023માં 84% દેશોમાં ફુગાવો ઓછો રહેવાની ધારણા છે. ભારત અને ચીન આ વર્ષે વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં અડધો યોગદાન આપશે. આઇએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક મુજબ, વૈશ્વિક વૃદ્ધિ 2022માં અંદાજિત 3.4 ટકાથી ઘટીને 2023માં 2.9 ટકા થવાની ધારણા છે, જે 2024માં વધીને 3.1 ટકા થશે. જ્યારે 2023માં અમેરિકાનો વિકાસ દર 1.4 ટકા રહેવાની આશા છે. તે જ સમયે બ્રિટનની અર્થવ્યવસ્થા માઈનસ 0.6 રહેવાની ધારણા છે.