ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ચેતવણી આપી છે કે 2023ના વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થાનો એક તૃતીયાંશ ભાગ મંદીમાં સપડાયેલો રહેશે. અમેરિકા, યુરોપિયન યુનિયન અને ચીનમાં મંદીના કારણે વર્ષ 2022 કરતાં 2023નું વર્ષ વધુ મુશ્કેલ રહેશે. આઈએમએફ દ્વારા વૈશ્વિક અર્થતંત્રનો ત્રીજો ભાગ મંદીમાં સંપડાવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. IMFના વડાએ ગંભીર ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશમાં સમાવેશ થતા, ચીનને શૂન્ય કોવિડ નીતિને કારણે 2023ની શરૂઆતમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેમણે એમ પણ કહ્યું કે, આગામી કેટલાક મહિનાઓ ચીન માટે મુશ્કેલ સમાન રહેશે. આ સિવાય અન્ય ક્ષેત્ર પર અસર નકારાત્મક રહેશે. વૈશ્વિક વૃદ્ધિ પર મંદીને કારણે અસર નકારાત્મક રહેવાની સંભાવના વ્યકત કરવાાં આવી છે. રશિયા-યુક્રેન યુદ્ધ, વધતી જતી કિંમતો, ઊંચા વ્યાજ દરો અને ચીનમાં કોવિડ-19 રોગચાળાની નવી લહેરથી વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર એક પ્રકારે દબાણ સર્જાયુ છે.