Published by : Rana Kajal
- ગરમીની ઋતુમાં ગુજરાત સહિત ભારતના 3 રાજ્યોમાં મુશળધાર વરસાદ પડશે, વાવાઝોડું ત્રાટકશે…
વર્ષ 2023 દરમિયાન વેધર ડિસ્ટર્બન્સના પગલે ગરમીની ઋતુમાં પણ ભારે વરસાદ અને વિનાશકારી વાવાઝોડાની આગાહી કરવામા આવી છે… દેશના પશ્ચિમ વિસ્તારના રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોમાં જોવા મળેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાના તોફાનોનો ટ્રેન્ડ હવે પૂર્વના રાજ્યો તરફ વળી રહયો છે. દેશના પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઝારખંડમાં ગાજવીજ, વીજળી અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. જ્યારે પશ્ચિમ આસામ, ઓડિશા અને બિહારમાં ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના જણાઈ રહી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસોમાં દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે આ સમય દરમિયાન, પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વરસાદ અને વાવાઝોડાની આશંકા છે સાથે જ હવામાન ખાતાની આગાહી અનુસાર, દેશના દક્ષિણી રાજ્યોમાં 15 થી 17 માર્ચ સુધી વરસાદની સંભાવના છે. . હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં 13 અને 14 માર્ચે છૂટાછવાયા વરસાદની આગાહી છે હિમાચલ પ્રદેશમાં 13 અને 14 માર્ચે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. બીજી તરફ, 13 માર્ચથી 15 માર્ચની વચ્ચે પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 થી 17 માર્ચ સુધી ઉત્તર આંતરિક તમિલનાડુ, આંધ્રપ્રદેશ, આંતરિક કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. IMD અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છ, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન, કોંકણ અને વિદર્ભમાં વિવિધ સ્થળોએ મહત્તમ તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું છે