Published by : Rana Kajal
અગ્નિવીર સંગઠનનો શુધ્ધિકરણ કાર્યક્રમ યોજાયો…આદિવાસી વસ્તીનુ પ્રભુત્વ ધરાવતા વાંસદાના કાવડેજ ગામ વિસ્તારમાં અગ્નિવીર હિંદુ સંગઠનના ઉપક્રમે શુદ્ધિકરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને શુદ્ધિ કરણ મહાયજ્ઞ નામ આપવામાં આવ્યા હતા. જેમાં 170 પરિવારોએ ઈસાઈ ધર્મ છોડી ફરી હિંદુ ધર્મ અંગીકાર કર્યો હતો. અત્રે નોંધવું રહ્યું કે કેટલાક વર્ષો અગાઉ આ પરિવારો હિંદુ ધર્મ છોડી ઈસાઈ બની ગયા હતા હવે તેઓએ ઘરવાપસી કરી હતી. એમ કહેવાઈ રહ્યું છે. તાપી જિલ્લામાં આદિવાસી વસ્તીનું પ્રભુત્વ છે. ત્યારે વર્ષો પહેલા ઘણા આદીવાસી કુટુંબો કે જે હિંદુ હતા તેઓએ ઈસાઈ ધર્મ અંગીકાર કર્યો હતો. પરંતું હવે ધીમે ધીમે તેઓ ઘરવાપસી કરી હિંદુ ધર્મ અપનાવી રહ્યા છે આ કાર્યક્રમ કાવડેજ ગામનાં શ્રધ્ધા મંદિરમા સંતોની ઉપસ્થિતિમા યોજાયો હતો.