- ભાજપના દેવેન્દ્ર પ્રજાપતિ અને કોંગ્રેસના સુલેમાન પટેલના પરિવાર વચ્ચે કાર પાર્કિંગને લઈ મંગળવારે સર્જાયેલ ઘર્ષણ
- બન્ને પક્ષે દહેજ પોલીસે ફરિયાદ નોંધી
વાગરા તાલુકાના જોલવા ગામે કોંગ્રેસના સુલેમાન પટેલ અને ભાજપના દેવેન્દ્ર પ્રજાપતિના બે જૂથો વચ્ચે પાણીના પ્લાન્ટ નજીક કાર પાર્કિંગને લઈ સર્જાયેલા ઘર્ષણમાં સામ સામે 18 લોકો સામે ગુનો દાખલ કરાયો છે.
જોલવા ગામે મંગળવારે સર્જાયેલા બે જૂથો વચ્ચેના ઘર્ષણના સીસીટીવી સામે આવ્યા હતા. દહેજ પોલીસ મથકે જોલવા પટેલ ફળિયામાં રહેતા દેવેન્દ્ર પ્રજાપતિએ કોંગ્રેસ આગેવાન સુલેમાન પટેલ, ઇશાક પટેલ, ઈમ્તિયાઝ પટેલ, મુબારક પટેલ, મોઇન પટેલ, અહેતેશામ, અશોક પરમાર સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓને અને રાકેશ, રાહુલ અને સમીરને માર મારી ઇજા પોહચાડવામાં આવી હતી.જ્યારે અશોક પરમારે એટ્રોસિટી સહિત બે યુવાનો ઈમ્તિયાઝ અને અહેતેશામને ચપ્પુ મારી કાર ચઢાવવાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. જેમાં મુબારકને પણ ઇજા પોહચી હતી. જેમાં નટુભાઈ પ્રજાપતિના ડ્રાઈવર, અનિલ પ્રજાપતિ,દેવેન્દ્ર પ્રજાપતિ, નટુભાઈ, વિનોદભાઈ, વિવેક અને દેવેન્દ્ર તેમજ સુનિલભાઈના પત્ની સામે પણ ગુનો દાખલ કરવાયો છે.