Published By : Parul Patel
દેશમાં વાતવરણ ઝડપથી બદલાઈ રહ્યું છે, એમ પણ કહી શકાય કે ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. ત્યારે કલાઇમેટ ચેંજની અસર નાણાકીય ધિરાણ પર પણ પડી શકે છે. જે અંગે બેંકો દ્વારા ખાસ તપાસ કરવામા આવી રહીં છે…ભારત દેશમાં હવામાનની સતત ચાલી રહેલી અનિશ્ચિતતાથી બેન્કોના ધિરાણ પર આગામી સમયમાં અસર થશે. તેથી બેંકો હવે તેના ધિરાણના ‘સ્ટ્રેસ’ ટેસ્ટમાં કલાઈમેટ ચેઈન્જનો પણ સમાવેશ કરશે. બેંકો માટે આ અંગેની એક ગાઈડલાઈન રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા કરશે. એમ જાણવા મળી રહ્યું છે, દેશમા વાતાવરણમાં બદલાવ અને અન્ય પરિસ્થિતીના કારણે બેંકોના માર્જીન પર પણ અસર થઈ રહી છે. બેંકો કલાઈમેટ ચેન્જની તેમના ધિરાણ પરની અસર તથા જોખમ અંગે અભ્યાસ કરીને તે મુજબ તેની કેટેગરી નિશ્ચિત કરે તેવું રિઝર્વ બેંક ઈચ્છે છે. કલાઈમેટ-રીલેટેડ ફાયનાન્સીયલ રીસ્ક-એ વિષય પર રીઝર્વ બેંકે નિષ્ણાંતો પાસેથી તેમના મંતવ્યો માંગ્યા હતા. જો કે જેમ હવામાનની આગાહી મુશ્કેલ બની છે તેમ તેના જોખમો અંગે પણ કોઈ ચોકકસ તારણ મુશ્કેલ છે, છતાં બેંકો એક ફોર્મ્યુલા નિશ્ચિત કરી શકે છે. હવામાન સંબંધી ફેરફારની તિવ્રતા અને તેની ફ્રીકવન્સી પણ તેમાં ધ્યાનમાં લઈ શકાય છે. તો બીજી તરફ કલાઈમેટ ફ્રેન્ડલી ઈન્વેસ્ટમેન્ટ હવામાનમાં બદલાવના કારણે જે વ્યાપાર-ધંધા-ઉદ્યોગને માટે તક પણ સર્જાઈ શકે છે. તેનો પણ અભ્યાસ થશે. આમ હવે કલાઈમેંટ ચેન્જ સમગ્ર બાબતો પર અસર પાડે તેવી સંભાવના જણાઈ રહીં છે.