Published by : Rana Kajal
મોદી કેબિનેટે બુધવારે (15 ફેબ્રુઆરી) ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. જેમાં મંત્રી અનુરાગ ઠાકુરે આ એક મહત્વનો નિર્ણય લીધો છે તેમને કહ્યું કે દેશની સરહદોને મજબૂત કરવા માટે મોદી સરકાર દ્વારા વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત દેશની ઉત્તરી સરહદો પર આવેલા ગામડાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે. આ માટે 4800 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
અનુરાગ ઠાકુરે એમ પણ કહ્યું કે લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના કુલ 19 જિલ્લાના 2966 ગામોમાં રોડ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં આવશે. આ બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામથી અલગ હશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સમગ્ર ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે.