Published By : Disha PJB
એલર્જી, હોર્મોન્સમાં ફેરફાર, પેટમાં ઈન્ફેકશન જેવા કારણો એટલું જ નહીં મોઢાની અંદર છોલાય જવાથી અથવા કોઈ કારણના લીધે ગાલ કપાય જવાથી મોઢામાં ચાંદી પડી જાય છે. મોઢામાં ચાંદા પડી જવાથી ખાવા-પીવામાં તકલીફ થાય છે. મોટાભાગે આ ચાંદા ગાલની અંદર થાય છે. મોઢાના ચાંદા ડૉક્ટરની ભાષામાં કેન્સર સોર્સ પણ કહેવામાં આવે છે. મોઢામાં ચાંદા ક્યારેક ક્યારેક બહુ પરેશાન કરે છે. જો કે તે ઓછા સમય માટે હોય છે પરંતુ ક્યારેક ક્યારેક ઘણા સમય સુધી તકલીફ પણ આપે છે.
તુલસીમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે એટલા માટે તેના પાનને દિવસમાં બે વખત પાંચ પત્તા ખાવાથી મોઢામાં પડેલા ચાંદા મટી જાય છે.
એક ચમચી સવારે ખાલી પેટે ખસખસને ગરમ પાણીની સાથે લેવાથી પણ મોઢાના ચાંદાની સમસ્યા દૂર થઈ જાય છે.
નારિયેળના તેલથી પણ મોઢાના ચાંદા મટી જાય છે. નારિયેળ તેલને પાણીની સાથે મિક્સ કરીને તેનુ સેવન કરવું. તે પેટને ઠંડક આપે છે અને મોઢાના ચાંદાની સમસ્યાથી છુટકારો મળે છે.
બરફનો એક નાનો ટુકડો લો અને તેને પાંચ સેકન્ડ સુધી ચાંદા પર રાખો.આ ક્રિયાને ત્રણથી ચાર વખત પુનરાવર્તન કરો.આ ચાંદાની સમસ્યાને પણ દૂર કરે છે.
એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી હળદર મિક્સ કરો અને 15-20 વખત ઉપર રેડો.આનાથી તરત રાહત મળે છે.
રાત્રે સૂતા પહેલા તમારા ચાંદા પર દેશી ઘી ઘસવું.આમ કરવાથી તમારા મોઢાના ચાંદા રાતોરાત ઠીક થઈ જશે.
50 ગ્રામ ઘી ગરમ કરો અને તેમાં 6 ગ્રામ કપૂર મિક્સ કરો.મિશ્રણ ગરમ કરો અને તેને જ્યોત પરથી ઉતારી લો.આ મિશ્રણને મોઢા પર લગાવવાથી ચાંદા ખૂબ ઝડપથી મટે છે.