Published by : Rana Kajal
જ્ઞાનવાપી પરિસરમાં મળેલા શિવલિંગના સંરક્ષણ અને સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા વચગાળાના આદેશને આગળ વધારવાની માંગને લઈને હિન્દુ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટની વિશેષ બેંચ 11 નવેમ્બરે બપોરે 3 વાગ્યે શિવલિંગ સંરક્ષણ આદેશને ચાલુ રાખવાની માંગ પર સુનાવણી કરશે. ચીફ જસ્ટિસે કહ્યું કે, સંરક્ષણને લઈને નવી બેંચની રચના કરવી પડશે. શુક્રવારે નવી બેંચ આ મામલે સુનાવણી કરશે.