- ખેતરમાં મુકેલ પાંજરામાં મારણ કરવા આવતા પાંજરે પુરાયો
- અઢી વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો લીધો
વાલિયાના જલારામ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ આશાપુરા ટ્રેડર્સમાં દીવાલ કુદી રોટ વીલર શ્વાનનો શિકાર કરનાર અઢી વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતના શ્વાસ લીધા છે
વાલિયા તાલુકામાં દિન પ્રતિદિન વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો છે તાલુકાના વિવિધ ગામોમાં જંગલી સુવરની સંખ્યા વધી છે સાથે શેરડીના ખેતરોને પગલે દીપડાઓની સંખ્યામાં પણ વધારો થયો છે શેરડીના ખેતરોમાં શિકાર સહેલાઇથી મળતો હોવાથી દીપડાઓ વાલિયા તાલુકામાં જોવા મળી રહ્યા છે ત્યારે ગત તારીખ-૨૨મી ઓગસ્ટના રોજ રાતે વાલિયા-નેત્રંગ રોડ ઉપર આશાપુરા ટ્રેડર્સની દીવાલ કુદી કદાવર દીપડાએ અંદર પ્રવેશ કરી પાલતું રોટ વીલર શ્વાનનું મારણ કરી તેને ફાડી ખાધો હતો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. આ અંગે તેઓએ વાલિયા વન વિભાગના આર.એફ.ઓ.મહિપાલસિંહ ગોહિલને જાણ કરી હતી ફોરેસ્ટ અધિકારી વન વિભાગની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને મારણ સાથે કમ્પાઉન્ડમાં અને નજીકના ખેતરમાં ત્રણ જેટલા પાંજરા મુક્યા હતા તે દરમિયાન ગતરોજ રાતે ૮:૩૦ કલાકે શિકારની શોધમાં નીકળેલ દીપડો ખેતરમાં મુકેલ પાંજરામાં મારણ કરવા આવતા અઢી વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાયો હતો આ અંગેની જાણ વન વિભાગને થતા આર.એફ.ઓ.મહિપાલસિંહ ગોહિલ,વન રક્ષક એસ.એચ.કુરમી,ડી.એસ.રાઠવા અને બી.યુ.મોતી સ્થળ પર દોડી આવ્યા હતા અને પાંજરે પુરાયેલા કદાવર દીપડાને વન વિભાગની કચેરી ખાતે લાવી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે