Published By : Parul Patel
- સુરતમાં 48 કિલોના ₹25 કરોડના સોનાની પેસ્ટની દાણચોરીનો રેલો ભરૂચમાં
- ડિરેકટોરેટ ઓફ રેવેન્યુ ઈંટલીજન્સની ટીમે વિદેશોમાં અવાર નવાર વિઝીટો મારતા ડે. સરપંચના ઘરે કરી તપાસ
- જોકે દરોડા દરમિયાન ડે. સરપંચ ઘરે ન મળી આવ્યા
- સોનાની દાણચોરીમાં કોંઢના ડે. સરપંચની શંકાસ્પદ ભૂમિકા ટોક ઓફ ધ ટાઉન…
સુરત એરપોર્ટ પરથી હાલમાં DRI એ ઝડપી પાડેલ 48 કિલો કિંમત રૂપિયા 25 કરોડની સોનાની પેસ્ટની સ્મગલિંગનો રેલો ભરૂચના વાલિયાના કોંઢ ગામ સુધી વિસ્તરો છે.
તપાસ અર્થે ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે આજે શુક્રવારે સવારે વાલિયાના કોંઢ ગામે એન્ટ્રી મારતા જ ગામમાં અનેક તર્ક વિતર્ક સાથે ચર્ચાએ ભારે જોર પકડું હતું. ભરૂચ જિલ્લા લોકલ પોલીસનો સપોટ લઈ DRI એ કોંઢના ડેપ્યુટી સરપંચ ઐયુબ રિઝવાન મૌલવીના ઘરે તપાસ હાથ ધરી હતી. જોકે DRI ની તપાસમાં ડે. સરપંચ ઘરે હાજર મળી આવ્યા ન હતા. કોંઢના ઐયુબ રિઝવાન હાલમાં જ વિદેશમાં હતા અને અવાર નવાર વિદેશોમાં વિઝિટ મારતા રહે છે. સુરતમાં 48 કિલો સોનાની દાણચોરીમાં કોંઢના ડેપ્યુટી સરપંચની શંકાસ્પદ ભૂમિકા હજી સ્પષ્ટ થઈ શકી નથી. તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી નક્કર જોડાણને લઈ ને જ વાલિયામાં તપાસ અર્થે આવી હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. જોકે તપાસ અને પૂછતાછ દરમિયાન DRI ને હાથે કઈ હકીકતો, વિગતો કે લિંકો મળી છે તેની કોઈ વિગતો હજી બહાર આવી શકી નથી. બે કલાક સુધી ચાલેલી DRI ની તપાસે હાલ તો કોંઢ ગામ, વાલિયા સહિત ભરૂચમાં ચર્ચાઓને ભારી વેગ આપ્યો છે.