વાલિયા કમળા માતાજી મહોત્સવ સમિતિ દ્વારા ગામના પૌરાણિક કમળા માતાજી મંદિર ખાતે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામા આવી રહી છે કમળા માતાજી મહોત્સવ સમિતિના સુરેશભાઈ સુણવા,નરેન્દ્રભાઈ બારડ સહિતના સભ્યો દ્વારા ગ્રામજનોના સંયોગથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે
આજરોજ આસો સુદ નવરાત્રીની આઠમ નિમિત્તે કમળા માતાજીના મંદિરે હવન,મહા આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા જે મહાઆરતીના કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા,જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવા,તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,યુવા ભાજપ પ્રમુખ પ્રદીપસિંહ ભરથાણીયા,કિરણ વસાવા તેમજ ગ્રામજનોએ માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી અને આઠમના ગરબે ઝૂમી માતાજીની આરાધનામાં લીન બન્યા હતા.