Home Accident વાલિયા તાલુકાનાં વડ ફળીયા વળાંક પાસે ત્રિપલ માર્ગ અકસ્માત…

વાલિયા તાલુકાનાં વડ ફળીયા વળાંક પાસે ત્રિપલ માર્ગ અકસ્માત…

0

Published By : Parul Patel

  • અકસ્માતમાં બાઇક સવાર દબાઈ જતાં કરૂણ મોત નીપજયું
  • જ્યારે બંને બસોમાં સવાર 7થી વધુ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી

વાલિયા-વાડી રોડ ઉપર વડ ફળિયાની વણાંક પાસે ત્રિપલ માર્ગ અકસ્માતની ઘટનામાં બાઇક સવાર દબાઈ જતાં તેનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજયું હતું.

માંડવીના વાલોડ ગામના શિવ ભક્તો ખાનગી લક્ઝરી બસ નંબર-જી.જે.01.ડી.ટી.8904 અને જી.જે.07.વાય.ઝેડ.9921માં સવાર થઈ જંબુસરના કાવી-કંબોઇ દર્શન માટે જઈ રહ્યા હતા તે દરમિયાન વાલિયા-વાડી માર્ગ ઉપર વડ ફળિયાની વણાંક પાસે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ ખાનગી બસ જી.જે.07.વાય.ઝેડ.9921 ના ચાલકે સામેથી નોકરી ઉપરથી ઘરે જતાં બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પાછળથી આવતી અન્ય બસ પણ આગળ ચાલતી બસમાં ભટકાતાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક સવાર બસ નીચે દબાઈ જતાં તેનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું જ્યારે બંને બસોમાં સવાર 7થી વધુ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અકસ્માતને પગલે સામાજિક આગેવાનોએ સ્થળ પર દોડી આવી આ માર્ગ ઉપરથી એક મહિના એક મહિનામાં 36 અકસ્માતની ઘટના આ સ્થળે જ બની હોવા સાથે રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version