- વર્ષોથી ભગવાન શંકરે સ્ત્રી વેશ ધારણ કરી ગરબા ગાયા એ પ્રથાને વળગી રહ્યા હોવાની માન્યતા
વાલિયા તાલુકાના લુણા ગામના આદિવાસી સમાજના ઘેરૈયા વર્ષોથી ભગવાન શંકરના સ્ત્રી વેશને ધારણ કરી માતાજીની આરાધનામાં લીન બનતા હોવાની માન્યતા છે.
આસો નવરાત્રી મહોત્સવ નિમિત્તે માતાજીની સ્થાપના કરી સૌ કોઈ માતાજીની આરાધનામાં લીન બનતા હોય છે ત્યારે વાલિયા તાલુકાના લુણા ગામના આદિવાસી સમાજના માઈ ભક્તો અનોખી રીતે માતાજીની આરાધના કરતા હોય છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-26-at-4.43.47-PM-1024x551.jpeg)
લુણા ગામના આદિવાસી સમાજના માઈ ભક્તોએ જણાવ્યા અનુસાર ભગવાન શંકરને ગરબા રમવાની ઈચ્છા થતા તેઓ સ્ત્રી વેશ ધારણ કરી ગરબા રમવા ગયા હતા અને પાર્વતી માતાજીએ આ કઈ માતા છે તે જોતા ભગવાન શંકર સ્ત્રી વેશમાં હોવાનું જણાઈ આવ્યું હતું. જે દિવસથી ભગવાન ભોળાનાથે વર્ષો સુધી પરંપરા ચાલી આવી છે જેને વાલિયા તાલુકાના લુણા ગામના આદિવાસી સમાજના ઘેરૈયા સ્ત્રી વેશ ધારણ કરી ગામે ગામ ગરબા રમી માતાજીની આરાધના કરે છે.આજરોજ આદિવાસી સમાજના ઘેરૈયાઓએ સ્ત્રી વેશ ધારણ કરી ગામમાં જ ગરબા ખેલી માતાજીની આરાધના કરી હતી.