Published By : Aarti Machhi
અંકલેશ્વર એસટી ડેપોમાંથી માંડવી તરફ એસટી બસનો ચાલક મુસાફરોને લઈ કાલે રાતે પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન રાતે 10 કલાકના અરસામાં વાલિયા-વાડી રોડ ઉપર ડહેલી ગામ પાસે એસટી બસ ચાલકનો સ્ટેયરિંગ પર કાબૂ નહીં રહેતા માર્ગની બાજુમાં બસ ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.અકસ્માત અંગેની જાણ વાલિયા પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.