Published by : Rana Kajal
ધોરણ ૧માં પ્રવેશ અંગે સરકારના નિર્ણયના પગલે વાલીઓમાં આક્રોશની લાગણી છવાઈ ગઈ છે… ભવિષ્યની અસરો અંગે સહેજ પણ વિચાર કર્યા વગર ધો.૧માં પ્રવેશ માટે ગુજરાત સરકારે લાગુ કરેલી વય મર્યાદાના કારણે રાજ્યના ૩ લાખ વિદ્યાર્થીઓને અસર થઇ રહી છે. જેથી વાલીઓએ હાઇકોર્ટેમા રજુઆત કરી છે. ધોરણ ૧માં પ્રવેશનો પ્રશ્ન આટલો ગંભીર હોવા છતાં સરકાર તે અંગે વિચારવા માટે પણ તૈયાર નહી હોવાથી વડોદરાના ૫૪ વાલીઓએ આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં પીટિશન દાખલ કરી હતી. જેની સુનાવણી થઇ હતી અને આ મામલે ગુજરાત સરકાર, શિક્ષણ સચિવ, ડીઇઓ અને શાળાઓને નોટિસ આપીને અગામી તારીખ ૨૪ એપ્રિલે જવાબ રજૂ કરવા માટે કહ્યું છે. ધો.૧માં પ્રવેશ માટે ૬ વર્ષની વય મર્યાદાના નિયમના અચાનક અમલના કારણે રાજ્યમાં ૩ લાખ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છતાં સરકાર ચૂપ છે.
‘આખા ભારતમાં કોઇ સ્થળે નહી અને માત્ર ગુજરાતમાં જ જડતાપુર્વક નવા નિયમનો અમલ કરવામાં આવી રહ્યો છે જેના કારણે આઝાદ ભારતના શિક્ષણ જગતમાં એક ઐતિહાસિક ઘટના બની રહી છે કે ધો.૧માં પ્રવેશ મેળવવા માગતા ૩ લાખથી વધુ બાળકોને આ વર્ષે ડ્રોપ લેવો પડશે અથવા તો જે લોકો ધો.૧માં હાલમાં છે અને ૬ વર્ષની ઉમર પુર્ણ નથી નથી તેમણે રિપીટ કરવુ પડશે છે જેમ કે આ ૩ લાખ બાળકોને આવતા વર્ષે ધો.૧માં પ્રવેશ આપવામાં આવશે એટલે ધો.૧૨ પૂર્ણ થશે ત્યારે તેની ઉમર ૧૯ વર્ષની થઇ જશે. હવે નેશનલ ડિફેન્સ એકેડેમીની એન્ટ’દેશના અન્ય રાજ્યોમાં પણ ૩૧ માર્ચ સુધીમાં જે બાળકના ૬ વર્ષ પૂર્ણ થયા હોય તે બાળકને જ ધો.૧માં પ્રવેશ આપવો એવો નિયમ અમલમાં મુકાયો હતો પરંતુ ત્યાં વાલીઓએ જે તે સરકારોનું ધ્યાન દોરતા લાખો વિદ્યાર્થીઓના હિતમાં જમ્મુ કાશ્મિર અને હરિયાણા સહિત તમામ રાજ્ય સરકારોએ નિયમ પાછો ખેંચી લીધોે છે અથવા તો સુધારો કર્યો છે જેથી બાળકોનુ ભવિષ્ય બગડે નહી…..