સવારે ભૂખ્યાં પેટે ફણગાવેલા ચણા ખાવાથી શરીર મજબૂત બને છે અને બીમારીઓ દૂર રહે છે. આખા ફણગાવેલ ચણા ખાવાથી શરીરમાં પ્રોટીનની માત્રા જળવાઈ રહે છે. તમે તેને સલાડમાં પણ મિક્સ કરી શકો છો. તેમાં પ્રોટીન, વિટામિન્સ અને ફાઇબર વધુ માત્રામાં હોય છે, જે તણાવને દૂર કરે છે. ડાયટિશન ડૉ. સિમરન સૈની ચણા અને મગ ખાવાનાં ફાયદા જાણે છે-

ફણગાવેલ ચણા ખાવાથી તમે સ્વસ્થ રહેશો
- ચણામાં આયર્ન અને ફોસ્ફરસ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે. તેને રોજ ખાવાથી લોહીની કમી અને નબળાઈ દૂર થાય છે.
- સુસ્તી અને થાકથી બચવા માટે તથા હંમેશાં એનર્જેટિક રહેવા માટે રોજ ફણગાવેલ ચણા ખાવ, થોડાં જ દિવસમાં તમને સ્ફુર્તિનો અનુભવ થશે.
- ફાઇબરયુક્ત ચણા પલાળીને ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
- વારંવાર પેશાબ આવવાની સમસ્યા રહેતી હોય તો ચણા ખાવાથી રાહત મળશે.
- ભૂખ્યા પેટે ચણા ખાવાથી ગ્લૂકોઝની માત્રા વધતી નથી, જેથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે.
- માનસિક તણાવમાંથી પસાર થતાં લોકો માટે ચણા કોઈ ઔષધથી કમ નથી.
- કમળાનાં દર્દી માટે ચણા ફાયદાકારક છે.
- ફણગાવેલ ચણાને મગમાં મિક્સ કરીને ખાવાથી પ્રોટીનનું પ્રમાણ વધે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે
ડૉ. સિમરન કહે છે, કે ચણામાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય છે પણ કેલરીનું પ્રમાણ ઓછું હોય છે, જે ભૂખને સંતુલિત કરે છે. પલાળેલ ચણા તમારું પેટ સાફ કરે છે. ટેલર અને રોબર્ટ મરે દ્વારા NCBI પર 2016માં પ્રકાશિત સંશોધન અનુસાર રોજ ચણા ખાવાથી મોટાપાનું જોખમ 53 ટકા ઓછું થાય છે.
ઊર્જાનો ભરપૂર સ્ત્રોત
કાળા ચણામાં મેંગેનીઝ, થિયામિન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવાં ન્યુટ્રિશન્સ હોય છે. તેનાં નિયમિત સેવનથી શરીરને ભરપૂર ઉર્જા મળે છે.
બ્લડસુગર કંટ્રોલમાં રહે
ચણાનો ગ્લાયકેમિક ઈન્ડેક્સ એકદમ ઓછો હોય છે, તેનાં સેવનથી બ્લડસુગર લેવલ નીચું રહે છે. ફાઇબર અને પ્રોટીનનો સારો સ્ત્રોત બ્લડસુગરને નિયંત્રિત કરવા માટે જાણીતો છે. ‘ધ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશન’ પર પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, જે લોકો 200 ગ્રામ ચણાનું સેવન કરે છે, તેમનાં લોહીમાં શર્કરાનું પ્રમાણ ઓછું હોય છે.
પાચનતંત્ર મજબૂત છે
ચણા ખાવાથી પાચનક્રિયા મજબૂત બને છે અને મેટાબોલિઝમ ઝડપી બને છે. મેટાબોલિઝમ વધવાને કારણે શરીર ચરબીને ઉર્જામં રુપાંતરિત કરી શકે છે. આ સિવાય તેમાં આયર્નની માત્રા ભરપૂર હોય છે, જે તેની ઉણપને કારણે થતાં લોહીની કમીને દૂર કરવામાં મદદરુપ થઈ શકે છે.

ચણા ખાધા પછી તરત જ આ વસ્તુઓ ન ખાવી
જો તમે ભૂખ્યાં પેટે ચણા ખાઓ છો તો તે પછી કેટલીક વસ્તુઓથી બચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે:
દૂધ- ચણા ખાધા પછી દૂધ ન પીવું, આમ કરવાથી સફેદ દાગની સમસ્યા થઈ શકે છે.
લસણ- તમે રાંધેલ ચણા અને લસણ એકસાથે ખાઈ શકો છો, પરંતુ ચણા ખાધા પછી સૂકું લસણ ન ખાશો, આમ કરવાથી ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે.
ઈંડા- ચણા અને ઈંડા બંને ઉચ્ચ પ્રોટીનવાળો ખોરાક છે. બંને સાથે જમશો તો રીએક્શન આવી શકે છે, જે પેટ માટે બિલકુલ સારું નથી.