Published By : Anu Shukla
- વિદ્યાર્થીઓના ભવિષ્ય ને ઉજ્વળ કરવા નાની ઉંમર માં સમાજની દિકરી ની મોટી પ્રેરણાત્મક સેવા
- કૃપાલી દેસાઈ એક દિકરી જે એકલા હાથે ઘણાં દિકરા-દિકરીઓને નોકરીની તક શોધવામાં મદદ રૂપ
અમરેલી જિલ્લાના ચિત્તલ ગામનાં એક મધ્યમ પરીવાર માંથી આવતી કૃપાલીદેસાઈ અભ્યાસમાં ઘણી તેજ છે. તેને ધોરણ 10માં ગામડામાં ભણીને 90.33% અને ભાવનગરમાં ભણીને ધોરણ 12 સાયન્સ, ગ્રુપ A સાથે 90.00% લાવીને ઉત્તિર્ણ થઈ. હાલ અમદાવાદ રહીને કમ્પ્યુટરએન્જિનિયરીંગનાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. કમ્પ્યુટર ક્ષેત્રમાં વિવિધ પ્રકારની માહિતી ધરાવે છે અને હાલ પોતાનું ભવિષ્ય બનાવવાં માટે વેબ 3.0 સાથે સાથે DSAમાં પણ કુશળતા મેળવી રહી છે.
વિશેષતામાં Opportunities_for_you 1 & Opportunities for you 2 નામનાં બે વોટ્સએપ ગ્રૂપ ચલાવી કુલ 1546 વિદ્યાર્થી સભ્યો ને તેના દ્વારા કમ્પ્યુટર ક્ષેત્રનાં અને અન્ય ક્ષેત્રનાં વિદ્યાર્થીઓને અભ્યાસ મુજબ ઇન્ટર્નશીપ અને જોબ માટે સલાહ આપી રહી છે. ઘણા વિદ્યાર્થીઓ ને પર્સનલમાં પણ સલાહ આપી રહી છે અને રસ્તો ચીંધી રહી છે.
આ ઉપરાંત તે કવિતાઓ લખવાની અને ચિત્રો બનાવવા ની શોખીન છે. આ સિવાય પોતાને ગમતા વિષયોમાં પણ આગળ વધવા જેવા કે વકૃત્વ સ્પર્ધા અને આર્ટ કોમ્પીટીશન્સમાં ભાગ લે છે અને સોશિયલ મીડિયા પર પોતાની કલા રજૂ કરતી હોય છે. આ દિકરીને જોઈને કહેવાનું મન થાય કે,
“मंजिल मिलेगी तुम्हे, भटक कर ही सही।
गुमराह तो वो है, जो घर से निकले ही नहीं।।”
(“ભટકવાથી જ તમને મંઝિલ મળશે.
ગુમરાહ એ છે જે ઘરની બહાર ન નીકળે”.)