Published By : Parul Patel
ટોલ સિસ્ટમ બદલવાની વાત ઘણા સમયથી ચાલી રહી છે. નવી સિસ્ટમ ક્યારથી લાગુ થશે અને હાઈવે પરથી ટોલ પ્લાઝા દૂર થવામાં કેટલો સમય લાગશે તે સ્પષ્ટ માહિતી જાહેર કરાઈ નથી. જોકે આ નિર્ણય લાગુ પાડવામાં આવે તો ઇંધણ અને સમયની બચત થશે.
જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ ફાસ્ટેગને દૂર કરી શકે છે. તેનાથી હાઈવે પર ટોલ પ્લાઝાની ટોલ વસુલાત માટેની કામગીરીની ભૂમિકા ખતમ થઈ જશે. આ જીપીએસ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ વાહનના લોકેશન પ્રમાણે ટેક્સની વસુલાત કરે તેવી સિસ્ટમ લાવવામાં આવી શકે છે. આ નવી સિસ્ટમ લાગુ કરવા માટે હાઈવેની જીઓ-ફેન્સિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. વધુ વિગતે જોતા ટોલિંગની વર્તમાન પ્રણાલી રસ્તા પર મુસાફરી કરાયેલા નિશ્ચિત અંતર પર આધારિત છે. નવી સિસ્ટમ હાઇવે પર તમારા વાસ્તવિક અંતર અને સમયને આવરી લેશે. જીપીએસ આધારિત સિસ્ટમમાં વાહનના વાસ્તવિક કદ અને વજનના આધારે ટોલ નક્કી કરવામાં આવશે. હાઇવે પર વાહન કેટલી જગ્યા લે છે અને તે રસ્તા પર કેટલું વજન મૂકે છે, તેના આધારે ટોલ વસૂલવાનો વિચાર ચાલી રહ્યો છે…