Published By : Parul Patel
- ઝાડેશ્વરથી ઝનોરના ખાડા પૂરવા રોડ રોલર, જેસીબી, હોઈવા સાથે 15 થી વધુ કામદારોને તંત્રે કામે લગાવ્યા
કરોડોના રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ સાથે હાલ વિકાસની કૂચ ભરતા પૂર્વ ભરૂચનો મુખ્ય માર્ગ ખાડામાં જતા રસ્તા પર ઉતરેલી પ્રજાની માંગને ચેનલ નર્મદાએ વાચા અપાતા તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગી ગયું છે.
આપની પોતાની ચેનલ…ચેનલ નર્મદા છેલ્લાં 25 વર્ષથી અવિરત પ્રજાના પડખે અડીખમ ઉભી રહી પ્રજાકીય કાર્યો, સમસ્યાને વાચા આપી રહી છે. તંત્ર અને શાસકોને તેમના જન કર્તવ્ય પાલન માટે હંમેશા પ્રજા પડખે રહી પોતાના અહેવાલના માધ્યમથી અવગત કરી છે. પૂર્વ ભરૂચના ઝાડેશ્વર ચોકડીથી તવરા અને છેક ઝનોર સુધીના માર્ગની દુર્દશાને લઈ રવિવારે સ્થાનિકો રસ્તા પર ઉતર્યા હતા. વરસાદી માહોલમાં ખાડા પૂરોની માંગ સાથે વિસ્તારની પ્રજાએ તાત્કાલિક ખાડા પૂરવા માંગ કરી હતી. પૂર્વપટ્ટીના 20 જેટલા ગામના લોકો અને સોસાયટી તેમજ ટાવરોની આ સમસ્યાને ચેનલ નર્મદાએ વાચા આપી હતી. ચેનલ નર્મદાનો આ અહેવાલ અસરદાર સાબિત થયો હતો. સોમવારની સવાર પડતા જ તંત્ર રોડ રોલર, ડમ્પર, જેસીબી અને 15 થી વધુ કામદારોનો સ્ટાફ લઈ ઝાડેશ્વર થી તવરા રોડ પર પડેલા એકથી દોઢ ફૂટના ખાડા ભરવા કામે લાગી ગયો હતો.