Home Bharuch વિકાસનાં કામ કરવા જતાં થઈ રહ્યો છે વિનાશ…

વિકાસનાં કામ કરવા જતાં થઈ રહ્યો છે વિનાશ…

0

Published By : Patel Shital

  • જંગલોનો થઈ રહ્યો છે નાશ…
  • આખા મુંબઈ અને કોલકત્તા જેટલા જંગલનો વિનાશ…
  • ભરૂચ જિલ્લામાં પણ થયેલ વૃક્ષોનું થયેલ નિકંદન…

દેશમાં વિકાસનાં નામે વિનાશ થઈ રહ્યો છે. સાથે જ જંગલોનો નાશ થઈ રહ્યો છે. 5 વર્ષોમાં 89 હજાર હેકટર જંગલોનો નાશ કરવામાં આવ્યો છે…

5 વર્ષોમાં 89 હજાર હેકટર એટલે કે મુંબઇ અને કોલકત્તા જેટલા વિસ્તારનાં જંગલોનો નાશ કરવામાં આવ્યો છે. પર્યાવરણ રાજ્ય મંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ રાજ્યસભામાં માહિતિ આપતા જણાવ્યું કે સડક નિર્માણ કરવામાં સૌથી વધુ 19,424 હેકટર અને ત્યારબાદ ખાણ કામ અંગે 18, 847 હેકટર જમીન પર જંગલ દૂર કરવામાં આવ્યા હતા. હાલ દેશમા 7.38 લાખ હેકટર જમીનમાં જંગલ છે. જેમા ખુબ જ ઘનઘોર જંગલ કહી શકાય તેવા જંગલો 87,742 વર્ગ કિલોમીટરમાં છે. ભરૂચ જિલ્લામાં પણ સડક નિર્માણ માટે ઘણાં વૃક્ષોનુ છેદન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગનો સમાવેશ થાય છે જેમાં ભરૂચના કસક થી ઝાડેશ્વર ચોકડીના રસ્તાના આધુનિકરણનું ઉદાહરણ આપી શકાય. જેને પહોળો કરવા મોટી સંખ્યામાં વૃક્ષોનું છેદન કરવામા આવ્યું હતું. આ સાથે ઝઘડીયા તાલુકામાં પણ રસ્તાના વિકાસ માટે ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું હતું. દુઃખની બાબતએ છે કે જેટલી સંખ્યામાં વૃક્ષોનુ છેદન કરવામાં આવે છે તેટલી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવતા નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version