મોટા ભાગની બિગ બજેટ ફિલ્મોની રિલીઝ તારીખ લંબાવી દેવામાં આવી છે, તો વળી ઘણી ફિલ્મોની રિલીઝને થિયેટરની બદલે ઓટીટી પર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવું જ વિક્કી કૌશલની આગામી ફિલ્મ સાથે થયું છે. વિકી કૌશલની આગામી ફિલ્મ ગોવિંદા મેરા નામ ફિલ્મને થિયેટરમા રિલીઝ કરવાના સ્થાને ઓટીટી પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મસર્જક કરણ જોહરે પોતાની આ ફિલ્મને લઇને સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે.

કરણ જોહરે પોતાની આગામી ફિલ્મ ગોવિંદા મેરા નામ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવાની જાણકારી આપી છે. જોકે ફિલ્મસર્જકે કઇ તારીખે આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે તે જણાવ્યું નથી. ફિલ્મના પ્રમોશન શરૂ થઇ ગયા છે. ગોવિંદા મેરા નામ ફિલ્મ એક ફેમિલી ડ્રામા છે. ફિલ્મની વાર્તા પતિ-પત્ની અને વહની આસપાસ ફરતી જોવા મળશે. આ ફિલ્મમાં વિકી કૌશલની સાથે ભૂમિ પેડણેકર અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.