Published By: Aarti Machhi
વિશ્વભરમાં આજે પણ અનેક એવી જનજાતિ જોવા મળે છે. જેને જોઈને લોકો આશ્ચર્ય ચકિત થઈ જાય છે. ત્યારે જ એક એવી જનજાતિ જોવા મળી છે જેની સમગ્ર જાતિ એક સમસ્યામાંથી પસાર થઈ રહી છે. તેમનો દેખાવ તો માણસો જેવો જ હોય છે. પરંતુ પગની રચના મનુષ્યો જેવી 5 આંગળીઓ અને અંગૂઠાની નથી. તેમના પગ શાહમૃગ જેવા જોવા મળે છે.
મળતા અહેવાલ પ્રમાણે ડોમા જનજાતિ તરીકે ઓળખાતી આ જાતિના લોકો બંતવાના જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. આવા દેખાવ ધરાવતા લોકોનો સમુદાય ઝિમ્બાબ્વેના કન્યેમ્બા પ્રદેશમાં જોવા મળે છે. આ સમગ્ર સમુદાયને એક ખાસ જેનેટિક ડિસઓર્ડર નામની સમસ્યા છે. તેમાં પગમાંથી એક અથવા ઘણી આંગળીઓ જન્મથી મિસિંગ થઇ જાય છે.
એમ પણ માનવામાં આવે છે કે, આ જાતિના દરેક ચોથા બાળકને આ પ્રકારની સમસ્યા હોય છે. મોટાભાગના લોકોના પગ વચ્ચેની 3 આંગળીઓ ખૂટે છે. જેના કારણે આ લોકો બરાબર ચાલી શકતા નથી જો કે વૃક્ષો પર ચડવાની બાબતમાં આ લોકો આગળ હોય છે.