Home News Update Entertainment વિજેતાની શ્રેણીમાં RRR ફિલ્મનું ગીત ‘નાટુ નાટુ’ એ જીત્યો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્…

વિજેતાની શ્રેણીમાં RRR ફિલ્મનું ગીત ‘નાટુ નાટુ’ એ જીત્યો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્…

0

Published by : Rana Kajal

RRR ગયા વર્ષની રોકોર્ડ બનાવનારી ફિલ્મોમાંની એક ફિલ્મ હતી. જેમણે રિલીઝ થયાની સાથે જ બધા તેને ઘણા નવા રોકોર્ડ બનાવી દીધા હતા. એસએસ રાજામૌલીની ફિલ્મને પણ બે કેટેગરીમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની 80મી આવૃત્તિ યુએસમાં કેલિફોર્નિયાના બેવર્લી હિલ્ટન ખાતે શરૂ યોજાઈ હતી. આ 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં, RRRને બે શ્રેણીમાં નામાંકિત કરવા આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ બિન-અંગ્રેજી ફિલ્મ અને શ્રેષ્ઠ મૂળ ગીત ‘નાટુ નાટુ’નો સમાવેશ થાય છે.

આ વર્ષે 2023માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી. આ વિજેતાની શ્રેણીમાં RRR ફિલ્મનું ગીત ‘નાટુ નાટુ’ કે જેને એમએમ કીરવાનીએ ગાયેલું છે તેનો સમાવેશ થાય છે. એવોર્ડ જીત્યા બાદ એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર, રામ ચરણ આલિયા ભટ્ટ અને અજય દેવગને પણ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2023ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપવામાં આવી છે. RRR ફિલ્મનું ગાયક એમએમ કીરવાનીનું ગીત ‘નાટુ નાટુ’ 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ગીત માટે વિજેતા જાહેર કર્યું છે. એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર અને રામ ચરણ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version