Published by : Rana Kajal
- વિમાનમાં 15 ડિગ્રી ટેમ્પરેચર જાળવી રખાયું…
ગુજરાતના જામનગર ખાતે આકાર પામી રહેલા વિશ્વના સૌથી મોટા ઝુ ના આકર્ષણ સમાન સાબીત થનાર વીદેશી પ્રાણીઓ વિશેષ વિમાન દ્વારા અમદાવાદ આવી પહોંચ્યા હતા.
અમદાવાદથી આશરે 300 કિ.મી દૂર ઝુઓલૉજિકલ રેસ્ક્યૂ એન્ડ રિહેલિબિટેશન કિંગડમના નામે જામનગરના લાલપુર તાલુકામાં 280 એકરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) દ્વારા ગુજરાતમાં આકાર લઇ પહેલુ આ પ્રથમ પ્રાઇવેટ ઝૂમાં વિદેશથી વિવિધ પ્રાણીઓ લવાઈ રહ્યા છે. અહીં નાઇટ સફારીનો લુફ્ત ઉઠાવી શકાશે. આ પ્રોજક્ટ ઝડપી પૂર્ણ કરવા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. અમદાવાદ એરપોર્ટ ખાતે બુધવારે રાતે મેક્સિકોથી સ્પેશિયલ કાર્ગો વિમાનનું આગમન થયું હતું.
જેમાં ચિત્તાઓ સહિત જુદી જુદી પ્રજાતિના 65 જંગલી પ્રાણીઓ લાવવામાં આવ્યાં હતાં. કેટલાંક બચ્ચાંઓ હોવાનું પણ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ પર દક્ષિણ આફ્રિકાથી ત્રણ જમ્બો કાર્ગો વિમાનમાં 138 જુદા જુદા પ્રાણીઓ આવી ચૂક્યા છે.અમદાવાદ એરપોર્ટ પર બુધવારે રાતે મેક્સિકોથી રાડા એરલાઇનનું જમ્બો કાર્ગો વિમાન આવ્યું હતું, જેમાં 65 જંગલી પ્રાણીઓ લવાયા હતા જેનું વજન 11,615 કિ.ગ્રા હતું. વિમાનમાં પ્રાણીઓને કોઇ તકલીફ ન પડે માટે 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવાયું હતું. આ તમામ પ્રાણીઓનું અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ ક્લિયરન્સ કરાવાયું હતું. દરમિયાન આ વિમાન પ્રાણીઓેને લઇ જામનગર ખાતે પહોંચ્યું હતું જ્યાં જામનગર એરપોર્ટ પરથી ફોરેસ્ટની ટીમે વિશેષ રીતે બહાર કાઢી સહી સલામત રીતે પહોંચાડાયા હતા.