Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeGandhinagarવિદેશમાં પણ મોદીની બોલબાલા : વડોદરાના ડોક્ટરને પેરિસમાં હાર્ટ-એટેક આવતા ફ્રીમાં સારવાર...

વિદેશમાં પણ મોદીની બોલબાલા : વડોદરાના ડોક્ટરને પેરિસમાં હાર્ટ-એટેક આવતા ફ્રીમાં સારવાર અપાઈ

  • 60 લાખ રૂપિયાના બિલ સામે હોસ્પિટલે એક પણ રૂપિયો ન લીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ૭૨મો જન્મદિવસ છે મોદીનું નામ દેશની સાથે વિદેશમાં પણ એટલું ફેમસ છે કે જ્યારે વડોદરાથી એક ડોક્ટરમાં ગયા હતા અને ડોકટરને હાર્ટ-એટેક આવ્યો ત્યાં હોસ્પિટલના મોદીના ગુજરાતથી આવું છું એમ રજૂઆત કરતા VVIP ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી અને તેમનો જીવ બચી ગયો હતો સાથે જ ૬૦ લાખ રૂપિયાનું બિલ હોવા છતાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી.

પરિવાર સાથે ડૉ. અનિલ ગોયલ

વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં રહેતા અને રાવપુરામાં પોતાની હોસ્પિટલ ધરાવતા ડૉ. અનિલ ગોયલે જણાવ્યું હતું કે તેઓનો પુત્ર અમેરિકામાં બિઝનેસમેન છે. તેઓ અને તમના પત્ની ગત ઓગસ્ટ મહિનામાં યુરોપ ફરવા ગયા હતા. જ્યાં તેઓ લંડનમાં રહ્યા બાદ ફ્રાન્સના પેરિસમાં ગયા હતા. જ્યાં અમેરિકાથી તેઓનો પુત્ર અને પુત્રી પણ સાથે ગયા હતાં. ત્યાં ગત 12 ઓગસ્ટે બપોરે એક રેસ્ટોરાંમાં બેઠા હતા તેઓને છાતીમાં દુખાવો શરૂ થયો હતો અને પરસેવો થવા લાગ્યો અને ઊલટીઓ થઈ તેમજ ગભરામણ થવા લાગી હતી. ત્યાં એમ્બ્યુલન્સ બોલાવી અને તેમાં તેમનો ECGનો રિપોર્ટ કરાયો હતો. એમ્બ્યુલન્સના સ્ટાફે ફોન કર્યો અને બીજી એક કાર્ડિયાક એમ્બ્યુલન્સમાં તેમને શિફ્ટ કરાયા હતા. તેમાં ડોક્ટરે તાત્કાલિક મને ૫૦ હજારથી વધુની કિંમતના બે ઇન્જેક્શન આપ્યા હતા. ડોક્ટરોએ તેઓને નામ અને દેશ વિશ પૂછતાં તેઓએ કહ્યું હતું કે હું ડોક્ટર છું અને ભારતીય છું. તેમણે મને પૂછ્યું મુંબઇના છો કે દિલ્હીના છો? મેં કહ્યું, ના હું ગુજરાતથી છું, પરંતુ તેઓ સમજ્યા નહીં. એટલે મેં અંગ્રેજીમાં કહ્યું, હું મોદીના ગુજરાતથી છું, મોદીજી માટે દરેક વ્યક્તિ ખાસ છે.

હાર્ટએટેક આવ્યા પહેલા પત્ની સાથેની તસ્વીર

આ સાંભળીને તેમણે એક હોસ્પિટલમાં ફોન કર્યો હતો અને અને ફ્રેન્ચમાં વાત કરી હતી. જેમાં પ્રથમ શબ્દ હતો ઇન્ડિયન, બીજો શબ્દ હતો ડોક્ટર અને ત્રીજો શબ્દો મોદી…મોદી… આ સાથે જ એ એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં લઇ જવાયો અને કોઇ પણ જાતના ફોર્મ ભરાવ્યા વગર જ ઓપરેશન થીયેટરમાં લઈ જઈ ટ્રીટમેન્ટ શરૂ કરી દેવાઈ હતી. 6 દિવસ ફ્રાન્સની હોસ્પિટલમાં ICUમાં રાખ્યા બાદ ડોકટરની સારવારનો કુલ ખર્ચ 60થી 70 લાખ રૂપિયા થયો હતો, પરંતુ તેમણે સમગ્ર બિલ માફ કરી દીધું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!