ગુજરાત વિધાનસભાની ચુંટણી અંગે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં સંવેદનશીલ બુથોની સંખ્યા વધે તેવી સંભાવના જણાઈ રહી છે. સાથે જ 100 વર્ષ કરતાં વઘુ વય ધરાવતા મતદારોની સંખ્યા 11 હજાર કરતા વધુ જણાઈ રહી છે. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી તા 10 ઓકટોબરે જાહેર કરવાનું આયોજન કરાઇ રહ્યુ છે. ચૂંટણી પંચની તૈયારીઓ અંગેની વિગત જોતા 50 ટકા મતદાન મથકો પર વેબ કેમેરા ગોઠવવામાં આવશે સાથે જ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને ચૂંટણી માટે તમામ માહીતી સાથેનો રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતની બે દિવસની મુલાકાત કેન્દ્રના ચૂંટણી પંચની ટીમે લીધી હતી. ત્યારબાદ ગાંધીનગર ખાતે ચીફ ઇલેક્શન કમિશ્નર રાજીવ કુમારે પત્રકાર પરિષદ યોજી માહીતી આપી હતી.
વિધાનસભાની ચુંટણી અંગે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓનો ધમધમાટ….
RELATED ARTICLES