Published By : Aarti Machhi
ગુજરાતના 24 DEO-DPEOની બદલી કરાઇ હતી જેમાં અમદાવાદને દોઢ વર્ષ બાદ નવા ડીઇઓ મળ્યા છે. ગુજરાતમાં હજુ તો તાજેતરમાં જ 76 DySPની બદલીના ગૃહ વિભાગે આદેશ આપ્યા છે. તદુપરાંત 24 મામલતદાર કક્ષાના અધિકારીઓના પણ તાજેતરમાં જ બદલી કરવાનો ઓર્ડર કરાયો હતો. ત્યારે વધુ એક વિભાગમાં બદલીના આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદમાં દોઢ વર્ષ બાદ નવા DEO તરીકે રોહિત ચૌધરીની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના DEO રાકેશ વ્યાસની વડોદરામાં બદલી કરવામાં આવી છે. ગુજરાતમાં ચૂંટણી પૂર્વે અલગ-અલગ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં જ રાજ્યમાં 76 DySPની બદલી કરાઇ હતી. આ સિવાય 24 મામલતદાર કક્ષાના અધિકારીઓની પણ બદલીના આદેશ અપાયા. વધુમાં થોડાક દિવસો અગાઉ જ 7 ડેપ્યુટી કલેક્ટરોની પણ બદલીના મહેસૂલ વિભાગે આદેશ આપ્યા હતા. તદુપરાંત 42 ડે.કલેક્ટરની બદલી અને 26 મામલતદારોને બઢતી અપાઇ હતી. આ સિવાય ગુજરાતમાં ચૂંટણી અગાઉ 23 IAS અધિકારીઓની પણ તાજેતરમાં જ બદલી કરવામાં આવી છે.
